BREAKING NEWS

બ્રેડ, પીઝા, પાઉં બધું જ વાસી...રાજકોટમાં ખાણીપીણીની ૮૭ દુકાનમાંથી 59 કિલો વાસ મારતો ખોરાક મળ્યો, સ્ટોરન્ટ, લસ્સી-વડાપાઉંની દુકાન સીલ

  • July 17, 2026 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામેની ડ્રાઇવ અંતર્ગત અખાદ્ય અને વાસી પદાર્થો મળતાં રેલનગરમાં રેસ્ટોરન્ટ કમ કેટરર્સની પેઢી તેમજ લસ્સી-વડાપાઉંની દુકાન સહિત બે પેઢી સીલ કરાઇ હતી. ખાણીપીણીની કુલ ૮૭ દુકાનમાં ચેકિંગ કરી ૫૯ કિલો વાસી પદાર્થનો નાશ કરાયો હતો. ૯૬ કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરી ૨૦ હજારનો દંડ વસુલાયો હતો તેમજ ૧૦ ફૂડ સેમ્પલ લઇ લેવાયા હતા.


વિશેષમાં મહાપાલિકાના સત્તાવાર વર્તુળોએ જાહેર કરેલી વિગતો મુજબ, રેલનગર મેઇન રોડ, ગંગેશ્વર ચોક, ગોકુલ કોમ્પ્લેક્સ, રાજકોટ મુકામે આવેલ અડારો રેસ્ટોરન્ટ એન્ડ કેટરિંગ પેઢીના ફ્રીઝમાં અનહાઈજેનિક કન્ડિશનમાં રાખેલો બટેટાનો મસાલો, ગ્રેવી, બાફેલા શાકભાજી તેમજ એક્સપાયરી ડેટ વિતાવી ચૂકેલા વાસી પડતર બ્રેડ, પીઝા, પાઉં વિગેરે મળીને કુલ ૧૯ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો જેનો સ્થળ ઉપર નાશ કરાયો હતો તેમજ ત્રણ હજારનો દંડ વસુલી હાઈજેનિક કન્ડિશન તથા ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી પેઢી સીલ કરાઇ હતી.


તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત ઉપરાંત રેલનગરમાં સિલ્વર સ્ક્વેર, કર્ણાવતી રોડ, અમૃત સોસાયટી-૨ પાસે, આવેલ જય જલારામ ક્રીમ લસ્સી એન્ડ વડાપાઉં પેઢીમાં અનહાઈજેનિક કન્ડિશનમાં લસ્સી બનાવવા માટેનું સિરપ, ઘૂઘરા, ચટણી, પસ્તી વિગેરે ૨૨ કિલો વાસી ખોરાકનો નાશ કરી રૂ.ત્રણ હજારનો દંડ વસુલાયો હતો તેમજ અનહાઈજેનિક કન્ડિશન તથા ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી પેઢી સીલ કરાઇ હતી.


આ ઉપરાંત નીચે મુજબની ૨૭ પેઢીઓમાં ચેકીંગ, સેમ્પલિંગ, દંડ, નોટિસની કાર્યવાહી કરાઇ હતી.

૧.સદગુરુ શીંગ એન્ડ જનરલ સ્ટોર બોલબાલા માર્ગ, હસનવાડી-૪ને ફૂડ લાઇસન્સ ન હોવા, અનહાઇજીનિક કન્ડિશન તથા પ્રિન્ટેડ પસ્તી અંગે નોટિસ, બે હજારનો દંડ

૨.લક્ષ્મી ફરસાણ માર્ટ મોરબી રોડ, જકાતનાકા પાસેને ફૂડ લાઇસન્સ ન હોવા અંગે તેમજ પ્રિન્ટેડ પસ્તી અંગે નોટિસ તથા એક હજારનો દંડ વસૂલ

૩.જય સીયારામ ફરસાણ: બોલબાલા માર્ગ, હસનવાડી-૪ને ફૂડ લાઇસન્સ ન હોવા અંગે નોટિસ, એક હજારનો દંડ

૪.અંબિકા ફરસાણ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રોડને ફૂડ લાયસન્સ ન હોવા તથા અનહાઈજીનિક કન્ડિશન તેમજ પ્રિન્ટેડ પસ્તી અંગે નોટિસ તથા બે હજારનો દંડ, પસ્તીનો નાશ

૫.સંતોષ ભેળ, બિગ બજારની બાજુમાં, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે સાત કિલો વાસી-અખાદ્ય ચીજનો નાશ કરી નોટિસ તેમજ અનહાઈજીનિક કન્ડિશન તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો દંડ

૬.શ્રીનાથજી ખમણ હાઉસ, સત્યસાઈ હોસ્પિટલ રોડને ફૂડ લાઇસન્સ ન હોવા તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે નોટિસ તથા રૂ.૫૦૦નો દંડ

૭.ચટકાઝ ફૂડ્સ: બાલાજી હોલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડને એક હજારનો દંડ

૮.યોગી ફરસાણ: ખીજડાવાળો રોડ, ૪૦ ફૂટ રોડ ખાતે ૬૦ કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ, એક હજારનો દંડ

૯.પ્રિયા લાઈવ કેળા વેફર મવડી ચોકડી પાસેને ફૂડ લાયસન્સ બાબતે નોટિસ, રૂ.૫૦૦નો દંડ વસુલ

૧૦.શ્રીજી ફરસાણ એન્ડ ખમણ મવડી ચોકડી પાસેને ફૂડ લાયસન્સ બાબતે નોટીસ, રૂ.૫૦૦નો દંડ

૧૧.શ્રી સદગુરુ ડેરી ફાર્મ રાધે હોટલ વાળો રોડ બાપાસીતારામ ચોક પાસે જામનગર રોડ ને ફૂડ લાયસન્સ બાબતે નોટીસ, રૂ.૫૦૦નો દંડ

૧૨.બાલમુકુંદ ડેરી ફાર્મ એન્ડ ફરસાણ: ધોળકિયા સ્કૂલ વાળો રોડ, બાલાજી હોલથી આગળ ખાતે પાંચ કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ.

૧૩.ઓમ સ્નેક્સ: મારુતિ ચોક, સત્યસાઈ રોડ ખાતે બે કિલો મીઠી ચટણીનો નાશ, ફૂડ લાઇસન્સ ન હોવા તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે નોટિસ

૧૪.હરભોલે ફરસાણ ખીજડવાળો રોડ, ૪૦ ફૂટ રોડને રૂ.૫૦૦નો દંડ

૧૫.મહાદેવ ચાઈનીઝ રાધે હોટલ વાળો રોડ ખાતે ચાર કિલો વાસી અખાધ્ય મંચુરિયનનો નાશ

૧૬.ઓમ ખમણ: સત્યસાઈ હોસ્પિટલ રોડ ખાતે બે કિલો વાસી પદાર્થોનો નાશ

૧૭.ભગવતી ફરસાણ, ગુરુપ્રસાદ ચોકમાં ૧૫ કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ

૧૮.કૈલાશ ફરસાણ અને સ્વીટ ન્યુ નેહરુનગર, ૮૦ ફુટ રોડ, રજત સોસાયટી-૩ કોર્નર, શ્યામ હોલ પાસેને મીઠાઇ પર યુઝ બાય ડેટ ન હોવા, ફૂડ લાઇસન્સ ન હોવા, અનહાઈજીનિક કન્ડિશન હોવા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તેમજ ખાદ્યતેલ/ઘી નો પ્રકાર દર્શાવતુ બોર્ડ ન હોવા અંગે રૂ.બે હજારનો દંડ તેમજ ખારી બુંદી, પીળી સેવના નમૂના લઈ ૧૪ કિલો વાસી લીસા લાડુનો નાશ

૧૮.સુખસાગર ડેરીફાર્મ: સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, નાના મવા રોડ ખાતેથી મિક્સ દૂધનું સેમ્પલ

૧૯.શ્રી કૃષ્ણ ડેરીફાર્મ: શ્યામ નગર, નાના મવા રોડ, મિક્સ દૂધનું સેમ્પલ, એક હજારનો દંડ

૨૧.ડેલીસીયસ ફૂડ્સ: બાલાજી હોલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતેથી ચોકો બટર સ્કોચ કેકનું સેમ્પલ

૨૨.શ્રીજી ડેરીફાર્મ: વિશ્વનગર, ખીજડાવાળો રોડ ખાતેથી ગાયનું દૂધ, ભેંસનું દૂધ (લુઝ) તથા મિક્સ દૂધના સેમ્પલ

૨૩.શિવમ ડેરીફાર્મ: બોલબાલા માર્ગ, હસનવાડી-૪ ખાતેથી મિક્સ દૂધનું સેમ્પલ

૨૪. તિરુપતિ ડેરીફાર્મ, બોલબાલા માર્ગ, હસનવાડી-૪ ખાતેથી મિક્સ દૂધનું સેમ્પલ

૨૫.બજરંગ ડેરીફાર્મ: રાધે હોટલ વાળો રોડ, જયરાજ નગર-૧ ખાતેથીથી મિક્સ દૂધનું સેમ્પલ

૨૬.રામકૃપા ડેરીફાર્મ: નૂતન નગર, કાલાવડ રોડ ખાતેથી ગાય અને ભેંસના દૂધના બે સેમ્પલ

૨૭.વૃંદાવન ડેરીફાર્મ: મારુતિ ચોક પાસે, સત્યસાઈ રોડ ખાતેથી મિક્સ દૂધનું સેમ્પલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application