આંબેડકર નગરમાં ઘરમાં જુગાર રમતા બુટલેગર મહાજન સહિત ૬ ઝડપાયા

  • June 11, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંબેડકરનગર પાસે મકાનમાં મકાનમાં જુગાર રમતા કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન સહિત છ શખસોને માલવીયાનગર પોલીસે ઝડપી લીધા હતાં. દરોડા દરમિયાન પોલીસે પટમાંથી ૧.૨૩ લાખની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.



માલવિયા નગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.ધાધલ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ. અજયભાઇ વીકમા, મયુરદાન બાટી, કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને જયદિપસિંહ ભટ્ટીને મળેલી બાતમીના આધારે આંબેડકરનગર શેરી નંબર 5, રામદેવપીર મંદિરથી આગળ,150 ફૂટ રીંગ રોડ પર આવેલ વાલજી ભલાભાઈ ગોહેલના મકાનમાં દરોડો પાડયો હતો.પોલીસે અહીં જુગાર રમતા મકાન માલિક વાલજી ભલાભાઇ ગોહેલ ઉપરાંત નામચીન બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા (રહે. દેવપરા, ભવાની ચોક, અંકુર સોસાયટી નંબર ૨, કોઠારીયા રોડ),દિલાવર સલીમભાઈ મકરાણી (રહે. નવી ઘાંચીવાડ શેરી નંબર 4 જિલ્લા ગાર્ડન પાસે), કમલેશ ઉર્ફે નાથો ઇશ્વરભાઇ નિમાવત (રહે. ગોપાલ પાર્ક,શેરી નંબર 5,શિવસાગર હોલની બાજુમાં), શોકત હુસેનભાઇ કરગથરા (રહે. નવી ઘાંચીવાડ શેરી નંબર.૬, જિલ્લા ગાર્ડન ચોક પાસે), અલ્તાફ અબ્દુલભાઈ ગોગદા (રહે. અંકુર સોસાયટી શેરી નંબર ૫, ભવાની ચોક, કોઠારીયા મેઈન રોડ)ને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રૂ.૧.૨૩ લાખની રોકડ રકમ કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ ડવ, કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ, જયદેવસિંહ પરમાર, મોહિલરાજસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ ચુડાસમા, ગોપાલભાઈ પાટીલ, મયુરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ગંજીવાડા નાકે જયનાથ પેટ્રોલ પંપની આગળ જાહેરમાં શબ્બીર અલીમહમદ ઠેબા (રહે. ભારતનગર,શેરી નંબર ૩, પ્રહલાદ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં,આઈટીઆઈ હોસ્ટેલ પાછળ આજીડેમ ચોકડી) ને વર્લીના આંકડા લેતા ઝડપી લીધો હતો.પોલીસે આરોપી પાસેથી રૂ.12,300 ની રોકડ કબજે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application