ચોમાસાની સીઝન પૂરી થઈ ગઈ છે અને દેશમાં રાજસ્થાન ગુજરાત જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાંથી સત્તાવાર રીતે નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચાઈ ગયું છે. ત્યારે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ 55 દિવસની ચોમાસાની સિઝન દરમિયાન 69 લો પ્રેસર બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયા હતા. અમુક અપવાદરૂપ સિસ્ટમને બાદ કરતાં મોટા ભાગની લોપ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાવા પામી હતી.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ 55 દિવસના આ સમયગાળા દરમિયાન 7 મોનસુન ડિપ્રેશન પણ સર્જાયા હતા અને તેમાંથી માત્ર એક ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ હતી.
નૈઋત્યનું આ ચોમાસું અંદામાનના દરિયામાં અને નિકોબાર ટાપુ પર 13 મે 2025 ના રોજ બેસી ગયું હતું. જે તેના રૂટીન મુજબના શેડ્યુલ કરતાં નવ દિવસ વહેલું હતું. કેરાળામાં ચોમાસાનું આગમન 24 મે 2025 ના થયું હતું જે યુઝ્વલ સમયગાળા કરતા છ દિવસ વહેલું હતું. સામાન્ય રીતે કેરળમાં તારીખ 1 જુનના રોજ ચોમાસું બેસતું હોય છે.
કેરળમાં ચોમાસાએ એન્ટ્રી લીધા પછી તે સમગ્ર દેશમાં 29 જૂન 2025 સુધીમાં છવાઈ ગયું હતું અને તે તેની આઠ જુલાઈની નોર્મલ ડેઈટ કરતા દસ દિવસ જેટલું વહેલું હતું, ચોમાસુ પાછું ખેંચાવાની પ્રક્રિયા તારીખ 14 સપ્ટેમ્બર થી રાજસ્થાનથી થઈ હતી અને તે પણ શેડ્યુલ કરતાં ત્રણ દિવસ જેટલી વહેલી હતી. જુનથી સપ્ટેમ્બર સુધીના નૈઋત્યના આ ચોમાસાના સમયગાળામાં સમગ્ર દેશમાં સરેરાશ 108% જેટલો વરસાદ થયો છે જે દેશની સરેરાશ ૧૦૪ ટકા વરસાદ કરતા વધુ છે.
વરસાદના મામલે આઈએમડી દ્વારા સમગ્ર દેશને અલગ અલગ ચાર ઝોનમાં વિભાજિત કરવામાં આવેલ છે, તેમાં નોર્થવેસ્ટ, સેન્ટ્રલ સાઉથ અને નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં અનુક્રમે 127 ટકા, 115 ટકા, 110 ટકા અને ૮૦ ટકા વરસાદ થયો છે. સમગ્ર દેશમાં એવરેજ કરતા વધુ વરસાદ થયો છે. પરંતુ ઇસ્ટ અને નોર્થ ઈસ્ટ ભારતમાં 1901 પછી સેકન્ડ લોએસ્ટ વરસાદ પડ્યો છે. ઇસ્ટ અને નોર્થ ઈસ્ટ ભારતમાં ચાલુ સિઝન દરમિયાન 1,089.9 મીલીમીટર વરસાદ થયો છે.
વેરાવળના સિડોકર ગામે રબારી સમાજના મોમાઈ માતાજીના મઢ ખાતે પુંજ ઉત્સવમાં કરૂણાંતિકા, વરસાદથી બચવા ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ પાસે જતા કરંટ લાગતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત
એ સમયે ત્રણ ભક્તો ચા ભંડારા પાસે ઉભા હતા અને વરસાદથી બચવા ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા. અચાનક શોર્ટ સર્કિટ થતા ત્રણેયને વીજ કરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું