BREAKING NEWS

ગિરનાર પર્વત ઉપર 7, નલિયામાં 7.5 ડિગ્રી ઠંડી, જાણો સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલી ઠંડી પડી

  • January 06, 2026 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લઘુતમ તાપમાનના પ્રમાણમાં છેલ્લા બે દિવસથી સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થતું જાય છે. ગિરનાર પર્વત ઉપર ગઈકાલે પાંચ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયા પછી આજે તે વધીને સાત ડિગ્રી થઈ ગયું છે. નલિયામાં પણ આજે લઘુતમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું છે.


રાજકોટમાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું 

રાજકોટમાં ગઈકાલે 10.9 અને આજે 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વેરાવળમાં ગઈકાલે 15.9 અને આજે 17.6, ભુજમાં ગઈકાલે 11 અને આજે 11.4, ગાંધીનગરમાં ગઈકાલે 10.8 અને આજે 11.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. રાજ્યના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો દ્વારકામાં 16, કંડલામાં 14.4, ઓખામાં 19.3, પોરબંદરમાં 14, વેરાવળમાં 17.6, સુરતમાં 15, અમદાવાદમાં 13.4, વડોદરામાં 13.6, ડીસામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.


ભારે વરસાદની ચેતવણી

બંગાળની ખાડીમાં સાઉથ ઇસ્ટ દિશામાં ગઈકાલે લો પ્રેસર સર્જાયું હતું અને તે આજે સવારે વેલમાર્ક લો પ્રેસરમાં ફેરવાઈ ગયું છે. આ સિસ્ટમની સાથો સાથ દરિયાની સપાટીથી 5.8 કીલોમીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળે છે. આગામી 48 કલાકમાં આ સિસ્ટમ બંગાળની ખાડીમાં વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં હિંદ મહાસાગર તરફ આગળ વધશે અને તેના કારણે તામિલનાડુ કેરલા નિકોબારમાં આગામી તારીખ 10 સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.


આવી જ રીતે સમગ્ર હિમાલયન રિજીયનને પ્રભાવિત કરે તેવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક સિસ્ટમ જોવા મળી રહી છે અને તેના કારણે હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ લદાખમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application