રાજકોટ જિલ્લા પોલીસે અલગ-અલગ સાત દરોડામાં વર્લી ફીચરનો જુગાર રમતા સાત શખસોને ઝડપી લઇ તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જુગારના આ દરોડા ઉપલેટા, વિરપુર,જસદણ અને ગોંડલ સિટી પોલીસ દ્વારા પાડવામાં આવ્યા હતાં.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ઉપલેટામાં ધોરાજી પાસે જાહેર રોડ વર્લીનો જુગાર રમતા મુસ્તાક બાબુભાઇ સિપાઇ(ઉ.વ ૪૮ રહે. રામગઢ વિસ્તાર,ઉપલેટા) ને ઝડપી લીધો હતો.જયારે વિરપુર પોલીસે અહીં બસ સ્ટેન્ડ પાસે બગીચામાં જાહેરમાં જાહેરમાં જુગાર રમતા દીલસુખ રવજીભાઇ સોલંકી(ઉ.વ ૨૪ રહે. ભુલેશ્ર્વર ઢોરો,વિરપુર) ને ઝડપી લીધો હતો.જસદણ પોલીસે જુના બસસ્ટેન્ડ પાસેથી જયેશ રમેશભાઇ લકુમ(ઉ.વ ૩૫ રહે. પોલીસ સ્ટેશન સામે,જસદણ), ઉસ્માનભાઇ ઇસ્માઇલભાઇ પરમાર(ઉ.વ ૪૪ રહે. લોહીયાનગર,જસદણ), ગોંડલ સિટી પોલીસે અકરમ ઉર્ફે બકરો અબ્દુલભાઇ દોઢીયા(ઉ.વ ૩૦ રહે. ભગવતપરા ઘોઘાવદર રોડ,ગોંડલ) ને ઝડપી લીધો હતો.જેતપુર રોડ ત્રણ ખુણીયા પાસે જાહેરમાં જુગાર રમતા સાહીલ ફિરોજભાઇ સેતા(ઉ.વ ૨૩ રહે. ભોજરાજપરા શેરી નં. ૩૧ ગોંડલ) અને ગોંડલ બસ સ્ટેન્ડના ગેઇટ પાસે જાહેરમાં જુગાર રમતા અખ્તર અશરફભાઇ મૂળીયા(ઉ.વ ૨૭ રહે. ભગવતપરા,ગોંડલ) ને ઝડપી લઇ તેની સામે જુગારધારની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech