BREAKING NEWS

રાજકોટમાં 75 વર્ષીય વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.55.50 લાખ પડાવ્યા

  • August 27, 2026 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાસ્ત્રી મેદાન સામે ગોતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતાં ૭૫ વર્ષીય વૃધ્ધાને મુંબઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારીની ઓળખ આપી સાયબર આતંકવાદનો ભય બતાવી એક અઠવાડીયુ એરેસ્ટ રાખી ૫૫.૫૦ લાખ પડાવી લીધા બાદ વધુ ૪૧ લાખ માંગ્યા હતાં. દંપતીએ એફડી તોડાવતા મુંબઈ રહેતી પુત્રીને શંકા જતા તેણે રાજકોટ સાયબર ક્રાઇમની કોલ કરી માહિતી આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.


બનાવ અંગે રાજકોટમાં આવેલ પંચનાથ 5 માં હોટેલ કે રોઝની સામે ગોતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતાં ગીતાબેન ભુપતરાય ભાયાણી (ઉ.વ.૭૫) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પતિ ભુપતરાઈ સાથે રહે છે. તેઓને સંતાનમાં ચાર પુત્રીઓ છે. જે ચારેય અલગ અલગ શહેરમાં સાસરે છે. ગઈ તા.૧૮ ના તેઓને એક વોટ્સએપ કોલ આવેલ અને સાયબર માફિયાઓએ પોતે પોલીસ અધિકારી ન હોવા છતાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી પૂર્વ આયોજિત કાવતરું રચી ફરીયાદીને સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાવી ફીઝીકલ ડિજિટલ એરેસ્ટ કર્યાં હતા.


ત્યારબાદ વોટ્સએપ મારફતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના નામે ખોટા દસ્તાવેજો મોકલી ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં આરોપીઓએ ઓનલાઈન રૂ.૫૫.૫૦ લાખ ટ્રાન્સફર કરી લીધાં હતા. જે બાદ સાયબર માફિયાઓએ વધુ રૂ.૪૧ લાખ માંગ્યા હતાં. જે બાદ ફરીયાદી દંપતી પાસે પોતાની મરણ મૂડી તમામ આરોપીને આપી દિધી હોવાથી વધુ રૂપિયાની વ્યવસ્થા કરવાં પોતાની એફ.ડી. તોડવવા માટે મુંબઇ રહેતી પુત્રીને જાણ કરી એફડી તોડવી નાંખી હતી.

જે બાદ તેની મુંબઈ રહેતી કંઇક અજુગતુ થઇ રહ્યાની શંકા ગઇ હતી અને તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પર કોલ કરી તેણીએ મહારાષ્ટ્ર(મુંબઇ) ના હોય તેવુ જણાવેલ અને તેઓના માતાપીતા ઉમર લાયક હોય, તે શહેરના શાસ્ત્રીમેદાન પાસે, ગૌતમ બુધ્ધ એપાર્ટમેન્ટમા રહે છે, જેઓ છેલ્લા એક અઠવાડિયાથી ડિજિટલ એરેસ્ટ હોય અને તેઓએ ડિજીટલ એરેસ્ટમા કૂલ રૂ.૫૫.૫૦ લાખ જેટલી રકમ ડિજીટલ એરેસ્ટમા ગુમાવેલ ત્યારબાદ ભોગ બનેલ અને આ દંપતી ખુબજ ડરી ગયેલ અને જે માહિતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જાણ થતા ટીમે તાત્કાલીક ધોરણે આ દંપતીનો સંપર્ક કરી દંપતીને સમજાવ્યા બાદ આ અંગે તેમની ફરિયાદ લઇ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે.


પોલીસે દંપતીનું કાઉન્સિલિંગ કરી વધુ રૂ.૪૧ લાખ ટ્રાન્સફર કરતા અટકાવ્યા

વયોવૃધ્ધ દંપતીની મુંબઇ રહેતી પુત્રીએ પોલીસને તેમના માતા- પિતાની સ્થિતિ અંગે જાણ કરતા સાયબર ક્રાઇમ પોલીસની ટીમ તાકીદે વૃધ્ધ દંપતીના ઘરે જઇને તેઓનુ કાઉન્સિલિંગ કરી અને વધુ રૂ.૪૧ લાખ ટ્રાન્સફર કરતાં અટકાવ્યા હતાં. ત્યારબાદ ડિઝીટલ એરેસ્ટની સંપુર્ણ માહિતી મેળવી કાયદેસની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો હતો. આ કામગીરીમાં સાયબર ક્રાઈમ પીઆઈ એસ.ડિ.ફુલતરીયા, પી.આર.ડોબરીયા અને એમ.ડી.ગઢવી અને સાયબર ક્રાઇમની ટીમ સાથે રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application