જૂનાગઢ નોબલ યુનિવર્સિટી દ્રારા મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ફેકલ્ટીના ૧૧૯૩ વિધાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જે પૈકી ૭૫૬ વિધાર્થીઓની ૧૦૮ નામાંકિત કંપનીઓમાં પસંદગી કરવામાં આવી છે.નોબલ યુનિવર્સિટી આયોજિત જોબ ફેરમાં જસ્ટ ડાયલ, કોટક મહિન્દ્રા, એકસીસ બેંક, હાથી મસાલા, એકલવ્ય પબલિક સ્કૂલ, યુ ફ્રેશ મિલ્ક એન્ડ ફુડ પ્રોડકટ, આદિત્ય બિરલા લાઈફ ઇન્સ્યોરન્સ, ક્રિએટિવ કાસ્ટિંગ, એસબીઆઇ લાઈફ ઇન્સ્યોરન્સ, એચડીએફસી લાઈફ, એપોલો ફાર્માસિસ્ટ, આયુષ હોસ્પિટલ, ડિજિટલ મીડિયા, ઝેપોલી, નોબલ ગ્રુપ ઓફ કંપની, એપોલો ફાર્મસી સહિતની અને પ્રતિિ ત કંપનીઓએ વિધાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા. આ જોબ ફેરમાં મેનેજમેન્ટ, કોમર્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી, સાયન્સ અને આઈટી, ઓટોમોબાઇલ, હેલ્થ કેર, એયુકેશન, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ અજય ટેકનોલોજી ક્ષેત્રની અનેક કંપનીઓએ વિધાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા. ગુજરાતની અંદાજિત ૨૫ કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી ૧૧૯૩ ગ્રેયુએટ તથા પોસ્ટ ગ્રેયુએટ વિધાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને જેમાંથી ૩૦૮ વિધાર્થીઓને સ્થળ પર જ જોબ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા. બીજા રાઉન્ડ માટે ૪૫૦ વિધાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. અભ્યાસ પૂર્ણ થયા બાદ વિધાર્થીઓને રોજગારીની તક મળે તે માટે નોબલ યુનિવર્સિટી આયોજીત જોબ ફેરમાં નામાંકિત કંપનીઓમાં પસંદગી થતા વિધાર્થીઓના મો પર ખુશી છવાઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નોબલ યુનિવર્સિટીના પ્રમુખ ડો.નિલેશભાઈ ધુલેશિયા, ઉપપ્રમુખ ગીરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી, કો મેનેજિંગ ટ્રસ્ટી કે ડી પંડા , કુલપતિ ડો ખેર અને રજીસ્ટ્રાર ડો જય તલાટીએ વિધાર્થીઓને અભિનંદન આપ્યા હતા