BREAKING NEWS

જામનગર : આત્મસુધારના દ્વારા જગતને સુધારવાનો દિવ્ય સંદેશ આપતાં ૭૮માં નિરંકારી સંત સમાગમનું  સમાપન

  • November 06, 2025 06:15 PM 

સમાલખા (હરીયાણા) ખાતે આવેલ સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ પર આયોજીત ચાર દિવસીય ૭૮મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના સમાપન દિવસે ઉપસ્થિત વિશાળ માનવ પરીવારને પોતાના પાવન આર્શિવાદ આપતાં સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે કહ્યું હતું કે નિરાકાર પ્રભુ-પરમાત્મા દ્વારા બનાવેલ આ જગતની દરેક વસ્તુ અત્યંત ખુબસૂરત છે.મનુષ્યે પ્રભુની રચનાનો આનંદ માણવો જોઈએ, પોતાની વિવેકબુદ્ધિને જાગૃત રાખીને તેનો દુરૂપયોગ ન કરતાં,સદઉપયોગ ઉપયોગ કરવો જોઈએ.


આત્મમંથનના દિવ્ય ઉપદેશોના દ્વારા પોતાના જીવનનું કલ્યાણ કરવાની સાથે સાથે વિશ્વકલ્યાણની તરફ આગળ વધવાનો દિવ્યસંદેશ આપતા આ પાવન ૭૮મા નિરંકારી સંત સમાગમનું પ્રેમ અને ભક્તિના ગૌરવપૂર્ણ વાતાવરણમાં સમાપન થતાં સંત સમાગમમાં પધારેલ શ્રદ્ધાળુ ભક્તો ધીમે ધીમે પોતાના ગંતવ્ય સ્થાનો તરફ જવા લાગ્યા હતા.સતગુરૂ માતાજીએ આગળ કહ્યું કે અનેક કારણો અને વિચારો મનને પરેશાન કરવા આવે છે પરંતુ તેની અવગણના કરવાની કળા અમોને ફક્ત આત્મમંથનના દ્વારા જ પ્રાપ્ત થાય છે.આમ કરવાથી આપણે જીવનની મુશ્કેલ ક્ષણોને મર્યાદિત કરીને તણાવમુક્ત રહી શકીએ છીએ. જ્યારે આપણે દરેક વસ્તુનો ઉપયોગ કરતી વખતે આપણા મનમાં પ્રભુ-પરમાત્માની હાજરી અનુભવીએ છીએ,દરેક કર્મ કરતી વખતે નિરાકાર પ્રભુ-પરમાત્માને તેમાં સામેલ કરીએ છીએ ત્યારે મનમાં રહેલી અશાંતિ દૂર થાય છે અને શાંતિની લાગણી અનુભવાય છે,તેનાથી માનસિક-ભાવનાત્મક અને આત્મિક વિકાસ તરફ પ્રગતિ થાય છે.ગુરૂએ આપેલ શિક્ષણ અને માર્ગદર્શનનો આધાર લઇને અમારે અમારી આંતરિક યાત્રા આધ્યાત્મિક ઉર્જાથી ભરપુર કરવાની છે.


સતગુરૂ માતાજીએ દ્રષ્ટિકોણના પ્રભાવને એક ઉદાહરણ દ્વારા સમજાવતાં કહ્યું હતું કે એક વ્યક્તિ કોઇ બગીચામાં ફુલ જોયા પછી એમ કહે છે કે અહીંયાં તો કેટલા બધા કાંટા છે,તે જ સમયે બીજી વ્યક્તિ તે જ બગીચામાં આવીને કહે છે કે વાહ ! અહીંયાં તો કેટલા સુંદર ફુલો છે,કેટલી સુગંધ ફેલાયેલી છે,ફુલોમાં કેટલી કોમળતા છે અને જે કાંટાઓ છે તે તો આ ફુલોનું રક્ષણ કરવા માટે જરૂરી છે.


આમ એક જ દ્રશ્ય જોઈને કેટલાક દુ:ખી થાય છે તો કેટલાક ખુશ થાય છે.આ ફક્ત દ્રષ્ટિકોણનું પરીણામ છે.એક વ્યક્તિનું મન સંકુચિત હોય છે,જ્યારે બીજાના મનમાં વિશાળતા હોય છે.ભક્તો હંમેશા સકારાત્મકતાને અપનાવે છે અને ગુણોના ગ્રાહક બને છે જેનાથી તેમનું જીવન હંમેશાં આનંદીત રહે છે.અંતમાં સતગુરૂ માતાજીએ નિરંકારી શ્રદ્ધાળુ ભક્તોને સંત સમાગમમાંથી પ્રાપ્ત થયેલા દૈવી ઉપદેશોને તેમના જીવનમાં કર્મરૂપમાં લાવવા તથા આ જે સત્ય પ્રભુ-પરમાત્માનું જ્ઞાન અને સારા વિચારો મળેલ છે તેને પોતાના સુધી સિમિતના રાખતાં સમગ્ર માનવ સમાજ સુધી ફેલાવવાનું આહ્વાન કર્યું હતું.

​​​​​​​સમાપન સત્રમાં સંત સમાગમ સમિતિના સંયોજક અને સંત નિરંકારી મંડળના સચિવ આદરણીય જોગીન્દર સુખીજાજીએ સતગુરૂ માતાજી અને નિરંકારી રાજપિતાજીનો તેમના દિવ્ય આશિર્વાદ બદલ આભાર માન્યો હતો તથા સંત સમાગમમાં સહયોગ આપનાર હરીયાણા સરકારના વિવિધ વિભાગોનો હાર્દિક આભાર માન્યો હતો.તેમને આ સંત સમાગમમાં આ અગાઉના સંત સમાગમ કરતાં વધુ સંખ્યામાં સંતોની હાજરી બદલ ખુશી વ્યક્ત કરી અને ભવિષ્યમાં આનાથી વધુ વિકાસની કામના કરી.


૭૮મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના ચારેય દિવસે કવિ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ કવિઓ, મહિલાઓ તથા પુરૂષો સહિત ૩૮ કવિઓએ હિન્દી,પંજાબી,અંગ્રેજી,હરિયાણવી, મુલતાની,મરાઠી તથા ઉર્દૂ વગેરે ભાષાઓમાં ‘આત્મમંથન‘ વિષય ઉપર પોતાની કવિતાઓ રજૂ કરી હતી,જેનો શ્રોતાઓએ ભરપુર આનંદ પ્રાપ્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application