BREAKING NEWS

રાજકોટમાં કરોડોના છેતરપિંડી કૌભાંડમાં 80 અરજદારો સામે આવ્યા, ક્રસર પેઢીના દસ્તાવેજો સાથે સીએને હાજર થવા ક્રાઈમ બ્રાન્ચનુ તેડું

  • January 19, 2026 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના વડાલીયા ફુડસ કંપનીના માલિક અને પરિવાર સાથે 10.99 કરોડની છેતરપીંડી કાંડમાં વિજય માકડીયા અને અમિત ભાણવડીયા નામના ચીટરોએ પોતાની ત્રણ પેઢીમાં રોકાણ કરી ઉંચુ વળતર મેળવવાની લાલચ આપી વડાલીયા પરિવારનેજ નહીં પરંતુ રાજકોટના નામી ઉદ્યોગપતિઓ શિક્ષણક્ષેત્ર, અગ્રણીઓ,બિલ્ડરો અને વેપારીઓ સહિત અંદાજે 300 જેટલા રોકાણકારોને જાળમાં ફસાવી અંદાજે 1000 કરોડનુ મસમોટું કૌભાંડ થયાનું ચર્ચા રહ્યા બાદ 80 જેટલા અરજદારો ક્રાઈમ બ્રાન્ચ ખાતે દોડી ગયા હતા જેઓએ કેટલી રકમ ગુમાવી તે અંગે તપાસ કરવા નિવેદન અર્થે ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવી રહ્યા છે તેમજ આરોપીની પેઢીના દસ્તાવેજો સાથે હાજર રહેવા સીએ ને તેડુ મોકલાયુ છે


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ છેતરપિંડી કાંડમાં આરોપી વિજય માકડીયા અને અમિત ભાણવડીયાએ 2019 થી આચરેલ ઠગાઈ કેસમાં પોતાની ક્રશર પેઢી દર્શન મીનરલ પેઢી જયેશ સ્ટોન ક્રશર પેઢી, દર્શિત સ્ટોન ક્રશર પેઢી નામે ભાગીદારી પેઢીમાં રોકાણ કારોને વાર્ષિક ૧૨ ટકાના વળતર સાથે તમે રોકાણ કરેલ મુડી સમયમર્યાદામાં પરત કરશું. તેમજે પૈસાનું રોકાણ કરશો તે અમે અમારી ત્રણેય ક્રશર પેઢીમાં રોકાણ કરશું તેવી લોભામણી સ્કીમ આપી આ મસ્ત મોટું છેતરપિંડી કાંડ સર્જ્યું હતું.


આ બન્ને ચીટર એ વડાલીયા પરિવાર ઉપરાંત અનેક નામી અનામી ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ફસાવી છેતરપિંડી આચર્યા નો લાંબો સમય થઈ જવા છતાં કોઈ ભોગ બનનારો ફરિયાદ કરવા સામે આવતા ન હતા અને જેઓએ લેખિત અરજી પોલીસ કમિશનર સમક્ષ કરી હતી તે અરજી નો પણ કોઈ નિવેડો કે પરિણામ મળતા ન હતા.


ત્યારે કોઈપણ કારણોસર એકાએક ભોગ બનનાર ઉદ્યોગપતિ દર્શન વડાલીયાની ફરિયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચે ચીટર બેલડી સામે ગુનો દાખલ કરતા એક પછી એક ભોગ બનનાર રોકાણકારો દોડવા લાગ્યા હતા એટલું જ નહીં ચીટર બેલડી સાથે સંબંધો અને છાના ખૂણે ભાગીદારી અને ફાઇનાન્સ નો ધંધો કરતા તત્વો પણ દોડતા થઈ ગયા હતા કે અમારું નામ પોલીસ સામે આપ્યું નથી ને? તે જાણવા લાગતા વળગતાઓને તો અમુક રૂબરૂ ક્રાઈમ બ્રાન્ચ ખાતે દોડી ગયા નું સામે આવ્યું છે.


આ અંગે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના સીધા માર્ગદર્શન હેઠળ, એસીપી ક્રાઇમ ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ સી.એચ.જાદવ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે જેમાં આરોપી અમીત રમેશ ભાણવડીયાની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે વિજય હરીભાઈ માકડીયાની શોધખોળ હાથધરી છે.​​​​​​​

ક્રાઈમ બ્રાન્ચ ખાતે ૮૦ જેટલા ભોગ બનનાર રોકાણકારો દોડ્યા

ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથક ખાતે ચીટર અમિત ભાણવડિયા ની ધરપકડ થયાનું ધ્યાને આવતા તેની જાળમાં ફસાયેલા 80 જેટલા ભોગ બનનાર રોકાણકારો ક્રાઈમ બ્રાન્ચ ખાતે દોડી ગયા હતા અને તપાસની અધિકારી સીએચ જાદવ ને રૂબરૂ મળી પોતાની આપ વીતી વર્ણવી હતી, જેથી ભોગ બનનાર તમામ 80 જેટલા રોકાણકારોને નિવેદન નોંધાવવા ડીસીબી એ તેડું મોકલ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application