BREAKING NEWS

૮૫ ટકા ભારતીય યુવા સવારે ઉઠ્યા પછી પણ થાકેલા હોવાનું અનુભવે છે

  • September 17, 2026 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના ભાગદોડ ભરેલા જીવનમાં થાક હવે માત્ર કામના વધારે ભારનું જ પરિણામ નથી રહી ગયો, પરંતુ તે એક વ્યાપક સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. અમેરિકામાં કરવામાં આવેલા સર્વે અનુસાર, દર ચારમાંથી લગભગ ત્રણ વયસ્કોએ એ વાત સ્વીકારી છે કે તેઓ થોડા દિવસોમાં ખૂબ જ વધારે થાક કે નબળાઈ અનુભવે છે. આ જ પ્રકારની ચિંતાજનક તસવીર ભારતમાં પણ જોવા મળી રહી છે, જ્યાં પૂરતી ઊંઘ લેવા છતાં લોકો પોતાની જાતને તરોતાજા અનુભવી શકતા નથી. સુપ્રાડીનના રાષ્ટ્રીય સર્વેના આંકડા મુજબ, ૮૫ ટકા ભારતીય યુવા વર્ગ સવારે ઉઠ્યા પછી પણ પોતાની જાતને થાકેલા જ અનુભવે છે.આ ઉપરાંત, આશરે ૮૧ ટકા ભારતીયોએ દિવસ દરમિયાન ઊર્જા ઓછી રહેવાની વાત કહી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે માત્ર ઊંઘ પૂરી થવાથી શરીરની થાક દૂર નથી થતી, પરંતુ જીવનશૈલી અને સ્વાસ્થ્યના અન્ય પરિબળો પણ તેની પાછળ જવાબદાર છે.અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા ૨૦૨૪ના ઇન્ટરવ્યુ સર્વેમાં આશરે ૨૭ હજાર વયસ્કોના આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેના મુખ્ય તારણોમાં ૫૪.૯ ટકા લોકોએ મોટાભાગે થાક અનુભવવાની વાત કહી છે. ૧૦.૭ ટકા લોકોને મોટાભાગના દિવસે ખૂબ જ વધારે થાક રહે છે. ૫.૯ ટકા લોકો દરરોજ આ ગંભીર સમસ્યાથી ઝૂઝતા રહે છે.ભારતમાં ઊંઘની કમી આ થાક પાછળનું એક સૌથી મોટું કારણ છે. એક સર્વેના મુતાબિક, ૪૬ ટકાથી ૫૯ ટકા ભારતીય વયસ્કો રાત્રે છ કલાકથી પણ ઓછી ઊંઘ લે છે. ઊંઘની આ સતત અછત અને થાકને કારણે લોકોના રોજિંદા કામકાજ પર પણ માઠી અસર પડી રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે લગભગ ૪૭ ટકા ભારતીયોને આ સમસ્યાના કારણે ઓછામાં ઓછી એક વાર બીમારીની રજા લેવી પડી છે.સતત થાક અને અનિદ્રાની અસર માત્ર શરીર પર જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને વિચારવા-સમજવાની ક્ષમતા પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. થાકથી પરેશાન રહેતા લોકોમાં ગંભીર માનસિક લક્ષણો જોવા મળ્યા છે. ૬૯.૬ ટકા લોકોમાં ચિંતાના લક્ષણો જોવા મળ્યા છે. ૪૬.૧ ટકા લોકોમાં વિચારવા અને સમજવાની ક્ષમતાને લગતી મુશ્કેલીઓ રહી છે. ૪૫ ટકા લોકોમાં ડિપ્રેશનના લક્ષણો પણ મળી આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application