BREAKING NEWS

જામનગર રોડ પર ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે, સાંઢીયા પુલનું ૯૦ ટકા કામ પૂર્ણ: લોકાર્પણની તૈયારી

  • February 26, 2026 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંઢીયા પુલનું ૯૦ ટકા કામ પૂર્ણ થઈ જતા હવે હોળાષ્ટક ઉતર્યા બાદ માર્ચ મહિનામાં ગમે ત્યારે બ્રિજનું લોકાર્પણ કરાશે. આ બ્રિજનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું હતું ત્યારે લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે જ થાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણવા મળે છે. ગત મધરાતે રેલવે ટ્રેક ઉપર સાત સ્ટીલ ગર્ડર મુકાઇ જતા હવે પ્રોજેક્ટનું સૌથી જોખમી અને અત્યંત ચોક્કસાઈપૂર્વક કરવું પડે તે કામ પૂર્ણ થયું છે. બ્રિજ ખુલ્લો મૂકાતા શહેરીજનોને ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળશે.


જામનગર રોડ ઉપર આવેલ હયાત ટુ-લેન સાંઢીયા પુલને ડિસ્મેન્ટલ કરી તેના સ્થાને આધુનિક સુવિધાઓ સાથેનો નવો ફોરલેન ફ્લાય ઓવર બ્રિજનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ બ્રિજ પ્રોજેક્ટનું ૯૦ ટકા કામ પૂર્ણ થતા હવે આગામી માર્ચ મહિનામાં લોકાર્પણ કરવા મહાપાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.


મ્યુનિ.સૂત્રો અનુસાર આ પ્રોજેક્ટ સ્વર્ણિમ યોજના હેઠળ રૂ. ૭૪.૩૨ કરોડના ખર્ચે અમલમાં મૂકવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રિના સમયે રેલ્વે પાટા ઉપર સેન્ટ્રલ સ્પાનના સાત સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા હતા, જે પ્રોજેક્ટના મહત્વપૂર્ણ તબક્કા તરીકે ગણાય છે. હજુ આગામી બે દિવસ રાત્રના સમયે રેલ્વેના બ્લોકના સમયગાળા દરમ્યાન ક્રોસ ગર્ડર અને પ્રેસીંગ વગરેની કામગીરી કરવામાં આવશે.


નવા ફોર લેન બ્રિજ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય


શહેરમાં ટ્રાફિકનું સુવ્યવસ્થિત અને સરળ સંચાલન

જામનગર રોડ પર ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી ઉકેલ

રેલ્વે ક્રોસિંગ પર થતા વિલંબને દૂર કરવો

ભવિષ્યના વાહનવ્યવહારના વધતા દબાણને ધ્યાનમાં રાખી મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું


નવા ફોર લેન બ્રિજના ટેકનિકલ સ્પેસિફિકેશન

૧૬.૪૦ મી પહોળાઇનો ફોર લેન ફ્લાય ઓવરબ્રિજ

બ્રિજની કુલ લંબાઇ ૬૦૨.૦૦ રનિંગમી.

સ્પાનની સંખ્યા – ૧૦ X ૨ = ૨૦, સેન્ટ્રલ સ્પાન– ૧ કુલ મળી ૨૧ સ્પાન

સેન્ટ્રલ સ્પાનની લંબાઇ – ૩૬.૦૦ રનિંગમી.

સ્ટ્રોમવોટરનાં નિકાલ માટે ૨ – આર.સી.સી. બોક્ષકલવર્ટની વ્યવસ્થા

આર.સી.સી. વોલની લંબાઇ અંદાજીત ૧૬૮.૦૦ રનિંગ મીટર

બ્રિજના સેન્ટ્રલ પોર્શનમાં ૭ નંગ સ્ટીલ ગર્ડર


ફાઉન્ડેશન અને સુપર સ્ટ્રક્ચરની વિગતો

૨૦ ફૂટિંગ્સ

૪૦ પિયર

૨૦ પિયર કેપ

૧૨૦ પીએસસી ગર્ડર

૨૦ સ્લેબ

૨૯૦ મીટર રિટેઇનિંગ વોલ

બે આર.સી.સી. બોક્સ કલ્વર્ટ (સ્ટોર્મ વોટર નિકાલ માટે)

અંદાજે ૧૬૮ રનિંગ મીટર આરસીસી વોલ

રેલ્વે સાઈડ વર્કમાં બે ફાઉન્ડેશન અને પિઅર

રેલ્વે સાઈડ વર્કમાં સ્ટીલ ગર્ડર વર્ક પૂર્ણ

રેલ્વે વિભાગ સાથે સંકલન કરીને તમામ સલામતી ધોરણોનું પાલન


સર્વિસ રોડ અને ફૂટપાથ સુવિધા

બ્રિજની બંને બાજુ વાહન વ્યવહાર સુગમ બને માટે ૭.૫૦ મીટર પહોળાઈના સર્વિસ રોડ

સુવિધાસભર ફૂટપાથ વ્યવસ્થા

હાલ સર્વિસ રોડની કામગીરી પ્રગતિમાં

હાલ સેન્ટ્રલ સ્પાન-૨ની કામગીરી ચાલુ

હાલ આર.સી.સી. વોલની ૩૦ મીટરની બાકી કામગીરી પ્રગતિ હેઠળ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News