BREAKING NEWS

17 વર્ષની સગીરા અને 33 વર્ષના પરિણીત યુવકના પ્રમસંબંધનો કરૂણ અંત, રાજકોટથી ભાગી ગયા બાદ સજોડે ઝેરી દવા પીને આપઘાત કર્યો

  • December 10, 2025 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રેમ સંબંધમાં કેટલાક કિસ્સામા પરિવારજનોની સહમતીથી લગ્ન શક્ય બને છે તો કેટલાક કિસ્સામાં પરિવાર વિરૂદ્ધ હોવાથી સમાજ એક નહીં થવા દયે એવા ડર સાથે યુગલો સજોડે આપઘાત કરી અંતિમ માર્ગ અપનાવતા હોય છે. ત્યારે શહેરમાં વધુ એક પ્રેમી યુગલે ઝેરી દવા પી લેતા બંનેના મોત નિપજતા પરિવારોમાં અરેરાટી મચી જવા પામી છે. સગીરાના પરિવારે પુત્રીને યુવકે દવા પીવડાવી મારી નાખ્યાનો આક્ષેપ કરતા સિવિલ હોસ્પિટલમાં બંને પરિવારના ટોળા એકઠા થયા હતા, બનાવના પગલે પોલીસ પણ દોડી આવી હતી.


સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બંનેના મોત નિપજ્યા

બનાવની પ્રાપ્ત વિગત મુજબ થોરાળાના ગંજીવાડા શેરી નંબર- એકમાં રહેતી રાજલ સંજયભાઈ કિહલા (ઉં.વ.૧૭)ની સગીરા અને પડોશમાં રહેતા રવિ મકવાણા (ઉં.વ.૩૩)નામન યુવકે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બંનેના મોત નિપજ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ અને થોરાળા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પીએમ માટે ખસેડતા સગીરાએ ઝેરી દવા પીધી હોવાનું ખુલ્યું

પ્રાથમિક વિગતોમાં બંને એક જ શેરીમાં રહેતા હોવાથી પાંચેક દિવસ પહેલા ભાગી ગયા હતા. સગીરાના પરિવારે થોરાળા પોલીસમાં પુત્રી ગુમ થયાની નોંધ કરાવી હતી. દરમિયાન આજે બંને રાધનપુરથી બસમાં બેસી રાજકોટ આવતા હોવાનું સગીરાના પરિવારને જાણવા મળતા પરિવારજનો આજીડેમએ ઉભા હતા દરમિયાન બંને બસમાંથી નીચે ઉતરતા સગીરા પડી ગઈ હતી. આથી યુવક ભાગી ગયો હતો. સગીરાને પરિવારજનો સિવિલ હોસ્પિટલે લઈ જતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવના પગલે આજીડેમ પોલીસે જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડતા સગીરાએ ઝેરી દવા પીધી હોવાનું ખુલ્યું હતું. આ દરમિયાન બપોરે અગ્યારેક વાગ્યે ભાવનગર રોડ પર રાજમોતી મિલ પાસે રવિ મકવાણા ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તેને સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. યાં તેનું પણ મોત નીપયું હતું.


યુવકના છૂટાછેડા થઇ ગયા હતા અને સંતાનમાં એક દીકરી 

આપઘાત કરનાર યુવકના છૂટાછેડા થઇ ગયા હતા અને સંતાનમાં એક દીકરી છે. પોતે બે ભાઇમાં મોટો હતો. બનાવ અંગે તેના નાના ભાઈ રવીના જણાવ્યા મુજબ રવિ અને રાજલ બંને ભાગીને બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધાક પીપળીયા ગામે રહેતા મારા નાના–નાની ના ઘરે ચાલ્યા ગયા હતા. આજે બને રાજકોટ આવતા હોવાની જાણ મેં રાજલ ના માતા પિતાને કરી હતી આથી અમે બધા સરધાર પાસે લેવા મ,માટે ઉભા હતા પરંતુ બને આજીડેમ ચોકડીએ ઉતરતા અમે ત્યાં ગયા હતા દરમિયાન બસમાંથી ઉતરતા રાજલ ત્યાંજ પડી ગઈ હતી. આથી બંનેને બસમાં કે બસમાં બેઠા પહેલા જ દમ પી લીધી હોવાનું લાગી રહ્યું છે. વધુ તપાસ આજીડેમ અને થોરાળા પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application