રાજકોટમાં પૂરપાટ ઝડપે ધસી આવતી બ્રેઝા કાર થાંભલા સાથે અથડાઇ, લોકો ટોળે વળતા ટ્રાફિકજામ સર્જાયો
રાજકોટમાં પૂરપાટ ઝડપે ધસી આવતી બ્રેઝા કાર થાંભલા સાથે અથડાઇ, લોકો ટોળે વળતા ટ્રાફિકજામ સર્જાયો
January 13, 2026 03:58 PM
શહેરના રેસકોર્સ રીંગરોડ પર બહુમાળી ચોક પાસે આજરોજ બપોરના સમયે પૂરપાટ ઝડપે ધસી આવેલી બ્રેઝા કાર થાંભલા સાથે અથડાઇ હતી. જેમાં વીજ થાંભલામાં નુકશાન થયું હતું. બનાવને લઇ અહીં ટ્રાફિકજામ થઇ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં કારચાલકને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ બપોરના સમયે ટ્રાફિકથી ધમધમતા એવા બહુમાળી ભવન ચોક પાસે પૂરપાટ ઝડપે બ્રેઝા કાર ધસી આવી હતી દરમિયાન કારચાલકે કાબુ ગુમાવતા કાર અહીં વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતની આ ઘટના બાદ લોકો અહીં ટોળે વળતા ટ્રાફિકજામ સર્જાયો હતો. બનવાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અકસ્માતની આ ઘટનામાં બ્રેઝા કારના ચાલકને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જયારે વીજ થાંભલાને નુકશાન થયાનું જાણવા મળ્યું છે.