BREAKING NEWS

T-20 વર્લ્ડ કપના એક દિવસ પહેલા ભારતીય ટીમમાં થયો મોટો ફેરફાર, આ ખેલાડીની અચાનક એન્ટ્રી

  • February 06, 2026 05:23 PM 


ભારતીય ટીમ આગામી T-20 વર્લ્ડ કપ 2026માં 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પોતાનો પહેલો મુકાબલો રમવાની છે અને તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્ય ટીમનો ભાગ રહેલા ફાસ્ટ બોલર હર્ષિત રાણાને દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના પછી ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ તેનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ હર્ષિત રાણાના સ્થાને મોહમ્મદ સિરાજને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.


હર્ષિત રાણા અંગેનો નિર્ણય આજે સાંજ સુધીમાં લેવામાં આવશે

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે યુએસએ સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હર્ષિત રાણાની ફિટનેસ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે તે હજુ સંપૂર્ણપણે બહાર નથી, પરંતુ તેના રમવા અંગે શંકા છે. અમને 6 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં ખબર પડશે પરંતુ તેની સ્થિતિ બહુ સારી નથી. સૂર્યાએ તેના રિપ્લેસમેન્ટ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું, "અમે એવા ઝડપી બોલરો પર નજર નાખીશું જેમણે છેલ્લા 1-2 વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે અથવા એવા બોલરો પર જે બેટિંગ પણ કરી શકે છે. પરંતુ જો તમે અપેક્ષા રાખતા હોવ કે નંબર 9 પર કોઈ ખેલાડી મોટા શોટ ફટકારશે તો ટોચના આઠ ખેલાડીઓ શું કરી રહ્યા છે? અમે શ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવાનો પ્રયાસ કરીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application