રાજકોટમાં સ્પા મસાજ માટે અન્ય રાજ્યમાંથી જરૂરિયાતમંદ યુવતીઓ અને મહિલાને બોલાવી સ્પા મસાજના વ્યવસાયની આડમાં દેહવિક્રિયનો ગોરખધંધો મોટા પ્રમાણમાં ચાલતો હોઈ ક્રાઈમના યુવા ડીસીપીના ધ્યાને આવતા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને આ બદીને ડામી દેવા કરેલા આદેશના પગલે રાજકોટના નાણાવટી ચોક નજીક આવેલ બ્લિસ સ્પામાં રેડ કરી દેહવિક્રિયના ગોરખધંધાનો પર્દાફાશ કરી સ્પાના સંચાલક અને ટેલી કોલર સહિત ચાર સામે ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
સ્પાના સંચાલક અને ટેલી કોલર મહિલાની ધરપકડ
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ડીસીપી ક્રાઈમ, જગદીશ બાંગરવાની સુચનાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ બી એમ ઝણકાટની સૂચનાથી પીએસઆઇ એકે ગૌસ્વામી, હેડ કોન્સ. હરસુખભાઈ વાછાણી, મહમદ આરીફ અન્સારી, હસમુખ બાલધા, ભૂમિકાબેન ઠાકર, જ્યોતિબેન બાબરીયા સહિતની ટીમે નાણાવટી ચોક નજીક આવેલ બ્લિસ સ્પામાં ચેકિંગ કરતાં સ્પામાં મસાજની આડમાં કુટણખાનું ચાલતું હોવાના પુરાવા મળી આવતા સ્પાના સંચાલક અને ટેલી કોલર મહિલાને ઝડપી લેવામાં આવ્યા હતા.
સ્પામાં એન્ટ્રીના ૧૦૦૦ રૂપિયા લેતા
આ ઉપરાંત સ્પાનું ચેકિંગ કરતા એક રૂમમાંથી યુવતીઓ મળી આવી હતી. જેની પૂછપરછમાં સંચાલક ગ્રાહક પાસેથી સ્પાની એન્ટ્રીના ૧૦૦૦ ઉપરાંત ગ્રાહક જો શરીર સંબંધ બાંધે તો યુવતી પાસેથી ગ્રાહક દીઠ ૧૦૦૦ વસુલતા હોવાનું અને યુવતીએ એક ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 11,500 લીધાનું સામે આવ્યું હતું
૪૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
આ અંગે સંચાલક રાહુલ આંબાભાઇ શાંડપા રહે અરિહંત ફ્લેટ 302 જીવરાજ પાર્ક તેમજ ટેલી કોલર એક મહિલા રહે આંબેડકરનગર અને ટેલીકોલર ગુરુપ્રીતકોર રહે પંજાબ તેમજ ગ્રાહક મિલન સુરેશભાઈ પરમાર રહે શિવપુરા શેરી નંબર એક વાળાને રોકડ સહિત કુલ ૪૭૮૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આ અંગેની કામગીરીમાં પીઆઇ બી એમ ઝણકાટ, પીએસઆઇ ગૌસ્વામી, તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટી ટીમ જોડાઈ હતી.