જામનગરમાં તળાવ બ્યુટીફીકેશન-2ની કામગીરી ચાલી રહી છે તેમાં પાણી વપરાતું હોવાની આશંકા: તા.3ના આજકાલમાં તળાવમાંથી પાણી ખેંચતા હોવાની તસવીર પણ પ્રગટ થઇ હતી: તળાવમાંથી પાણી ઓછુ થયા અંગે મ્યુ.કમિશ્નરે તટસ્થ તપાસ કરાવવી જોઇએ તેવો લોકમત
જામનગરમાં રાજશાહી વખતનો ઘડીયાળી કુવો રણમલ તળાવની શાન વધારે છે, દર ચોમાસામાં તળાવમાં નવું પાણી આવ્યા બાદ લગભગ એપ્રિલ મહીનામાં ધીરે-ધીરે પાણી ઓછુ થતું જાય છે અને ડુબી ગયેલો ઘડીયાળી કુવો દેખાય છે, પરંતુ આ વર્ષે તળાવ ત્રણ-ત્રણ વખત ઓવરફલો થયું છે, હજુ તો જાન્યુઆરી મહીનો શ થયો છે ત્યાં જ રણમલ તળાવમાંથી આશ્ર્ચર્ય રીતે પાણી ઓછુ થતું જાય છે તે વાસ્તવીકતા છે, હાલમાં છેલ્લા કેટલાક સમયથી રણમલ તળાવમાંથી પાણી ખેંચવામાં આવે છે એવી તસ્વીર તા.3 જાન્યુઆરીના આજકાલમાં પણ પ્રસિઘ્ધ થઇ છે, પરંતુ ત્યારબાદ આ પાણી ચોરી કરનારાઓ સામે કોઇ પગલા લેવામાં આવ્યા નથી, જાન્યુઆરી મહીનામાં જ ઘડીયાળી કુવો દેખાયો ત્યારે ચોંકાવનારી વિગત તો એ છે કે, ચોમાસા દરમ્યાન તળાવના તમામ ભાગ છલકાઇ ગયા હોય છતાં પણ ઓચીંતુ પાણી કયાં ગયું ? આ અંગે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ પણ તપાસ હાથ ધરવી જોઇએ એવું લોકોમાં બોલાઇ રહ્યું છે.
ભૂતકાળમાં રાજવી પરીવાર દ્વારા જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી મળી રહે અને આ વિસ્તારના તળ સાચા થાય તે માટે રણમલ તળાવ બનાવ્યું હતું અને દર ઉનાળામાં આ તળાવ લોકો માટે ખુબ જ આશીવર્દિપ બને છે, કારણ કે આજુબાજુના વિસ્તારમાં તળ સાચા થાય છે, પરંતુ રણમલ તળાવ ભાગ-2 જયારથી કોર્પોરેશન દ્વારા શ કરવામાં આવ્યો ત્યારથી અનેક વિવાદો પણ થયા અને ત્યારબાદ દિન-પ્રતિદિન પાણી ઓછુ થયાની ફરિયાદ પણ સામે આવી.
રણમલ તળાવમાંથી જે લોકો પાણી લે છે તેને સતાવાર રીતે કોઇ છુટ આપવામાં આવી છે કે કેમ ? તે અંગે પણ મ્યુ.કમિશ્નરે તપાસ કરવાની જર છે, કારણ કે તળાવમાંથી પાણી ખેંચતા પમ્પ સાથેની તસવીર તા.3 જાન્યુઆરીના આજકાલમાં પ્રસિઘ્ધ થઇ છે, આ ઉપરથી પણ કોર્પોરેશનના અધિકારીઓએ ધડો લેવો જોઇએ અને આ અંગે તપાસ કેમ ન થઇ ? તે પ્રશ્ર્ન પણ ચચર્ઇિ રહ્યો છે, જો તળાવામાંથી કોન્ટ્રાકટર દ્વારા પાણી લેવાતું હોય તો તેને પાણી લેવાની છુટ છે કે કેમ ? તે બાબત પણ સતાવાળાઓએ જાહેર કરવી જોઇએ.
ઉનાળાના દિવસોમાં ખાસ કરીને તળાવમાંથી પાણી ધીમે-ધીમે ઓછુ થાય છે અને ઘડીયાળી કુવો દેખાય છે, પરંતુ આ વખતે લગભગ ત્રણેક મહીના વ્હેલો ઘડીયાળી કુવો દેખાયો છે, અત્રે એ પ્રશ્ર્ન થાય છે કે, રણલમ તળાવ ઓવરફલો થઇ ગયું હોવા છતાં પણ ટુંકા સમયમાં જ કેવી રીતે આ પાણી ઓછુ થઇ ગયું ? અને આ પાણી કયાં ગયું ? શહેરની સૌંદર્યતા વધારતા રણમલ તળાવમાંથી પાણી ડુકી રહ્યું છે તે અંગે કોઇ વ્યવસ્થિત તપાસ થશે કે કેમ ? આ અંગે સત્યશોધક સમિતી બનાવવાની જર છે તેમ બોલાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech