પોરબંદરના રતનપર નજીક ઝુરીઓમાં ત્રીજા દિવસે ત્રીજી વખત આગ લગાડવામાં આવી હતી જેમાં ૪૦ હજાર લીટર પાણીનો મારો ચલાવી ચાર કલાકે આગ પર કાબુ મેળવાયો હતો ત્યારે આ વિસ્તારની જવાબદારી વનવિભાગની છે કે રેવન્યુ વિભાગની? એવા સવાલ ઉઠવા પામ્યા છે. કારણકે ખાણમાફિયાઓનો ડોળો આ જમીન ઉપર છે તેથીજ વારંવાર આગ જાણીજોઇને લગાડવામાં આવે છે તેમ છતાં તમામ તંત્ર ઘુંટણીયા ટેકવી બેસી જાય છે.
પોરબંદરના રતનપર નજીક આવેલી વર્ષો જુની વનવિભાગની ઝુરીઓ પાસેથી રતનપર ગામ તરફ જતા રસ્તે ગુરુવાર અને શુક્રવારે લાગેલી આગ ફાયરબ્રિગેડે બુઝાવ્યા બાદ શનિવારે પણ કોઇ તત્ત્વોએ આ વિસ્તારમાં ત્રણ જગ્યાએ આગ લગાડી હતી અને પોરબંદર નગરપાલિકાના બે ફાયરફાઇટરો રવાના થયા હતા. બપોરે અઢી વાગ્યા આસપાસ લાગેલી આગ સાંજે સાડા છ વાગ્યે એટલે કે અંદાજે ચાર કલાક પછી બુઝાવી શકાઇ હતી અને ૪૦ હજાર લીટરથી વધુ પાણીનો મારો ચલાવીને આ આગ પર કાબુ મેળવાયો હતો. આ વિકરાળ આગમાં મોટી સંખ્યામાં પક્ષીઓ અને તેમના બચ્ચા જીવતા જ ભુંજાઇ ગયા હતા. તેમજ વન્યસૃષ્ટિને પણ મોટુ નુકશાન થયુ હતુ.
સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યાં વારંવાર આગ લાગે છે અથવા તો લગાડાય છે તે વિસ્તાર વનવિભાગની હદમાં આવે છે કે રેવન્યુમાં? તે અંગેનો વિવાદ ચાલી રહ્યો છે અને તેથી કોઇ તંત્ર તેની જવાબદારી લેવા તૈયાર નથી અને ખાણમાફિયાઓ ધીમે ધીમે આ વિસ્તારનું જંગલ સાફ કરીને ખનનના મલીન ઇરાદાઓ ધરાવતુ હોય તેવુ જણાઇ રહ્યુ છે. તેથી પોરબંદરમાં જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ તટસ્થતાપૂર્વક તપાસ હાથ ધરીને વારંવાર લાગતી આગના જાણભેદુઓને શોધી કાઢવા પોલીસને છુટો દોર આપી દેવો જોઇએ તેવી માંગતી પર્યાવરણપ્રેમીઓ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech