જેતપુરના વીરપુર જલારામ ગામે ગંગા નગર વિસ્તારમાં રહેતા યુવાનના ઘરમાંી કોઈ અજાણ્યો શખ્સ દસ સોનાની વીંટીઓ, પેન્ડલ સોનો સોનાનો ચેઇન, હામાં પહેરવાનું બ્રેસલેટ તેમજ સ્કોર્પિયો ગાડી તેમજ ૩.૮૦ લાખની રોકડ અને પુરાવો ન મળે તે માટે ટીવી અને ડીવીઆર સોના સીસીટીવી કેમેરા સહિત કુલ ૧૯.૬૫ લાખ પિયાના મુદ્દામાલની ચોરી કરી ગયાની વીરપુર પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. ચોરીના આ બનાવનો ભેદ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલીને ફરીયાદીના મિત્રને જ ચોરીના મુદ્દામાલ સો ઝડપી લીધો હતો.
વીરપુરના ગંગાનગર વિસ્તારમાં રહેતો સુરેશભાઈ સોલંકીના માતાપિતા બંને મરણ ગયેલ હોય તે એકાંતભર્યું જીવન જીવે છે. સુરેશભાઈને રાજકોટના ોરાળામાં પૈતૃક વારસામાં આવેલ ખેતીની જમીન તાજેતરમાં વેચેલ હતી. અને તેમાંી આવેલ રકમમાંી તેઓએ જેતપુરમાં તેમજ વીરપુરમાં એક મકાનની ખરીદ કરેલ ઉપરાંત જીવન નિર્વાહ માટે ભંડારીયા ગામે ખેતીની જમીન ખરીદ કરેલ હતી. અને તેઓને ઘોડીનો શોખ હોવાી એક ઘોડી પણ રાખેલ હતી પરંતુ તેઓને હવે ઘોડી વેચવી હોવાની પોતાના મિત્ર મુનાભાઈ લાલુ મૂળ રબારીકા હાલ જેતપુરવાળાને વાત કરતા તેઓએ ઘોડી વેચાય નહિ પણ ઘોડીને બીજે રાખવાની વ્યવસ કરી દઉં તેવું જણાવેલ.
ત્યારબાદ ઘોડી નવાણિયા ગામે મુકવાનું નક્કી યેલ અને તે માટે મુનાભાઈ લાલુએ વાહન વ્યવસ કરી આપતા શુક્રવારે સાંજે સુરેશભાઈ વાહનમાં ઘોડી મુકવા ગયા હતાં. અને રાતે ઘરે પરત આવીને જોતા મુખ્ય દરવાજાની ડેલીમાં લોક હતો પરંતુ ડેલાની બહાર તાળું મારેલ હતું તે તાળું ન હતું. જેી અંદર જઇને જોતા ફળિયામાં પાર્ક કરેલ કાળા કલરની સ્કોર્પિયો ગાડી જીજે -૦૩એનકે ૪૫૦૧ નંબરની ગાડી જેની કિંમત રૂપિયા ૧૦ લાખ ાય તે ન હતી. ત્યારબાદ ઘરની અંદર જઈને જોતા સામાન વેરવિખેર હતો અને માળીયા પર રાખેલ જુદાજુદા દરના ૩.૮૦ લાખની રોકડ રકમ દસ વીંટીઓ કિંમત રૂપિયા ૨.૫૦ લાખ, સોનાના પેન્ડલ સોનો સોનાનો ચેઇન કિંમત રૂપિયા ૧.૭૫ લાખ સોનાનો હામાં પહેરવાનો બ્રેસલેટ કિંમત રૂપિયા ૧.૫૦ લાખના દાગીના ગાયબ હતા. જેી સુરેશભાઈને અહેસાસ યો કે તેના ઘરમાં ચોરી ઈ છે પરંતુ ઘરમાં સીસીટીવી કેમેરા હતાં જેમાં ચોર આવી ગયો હશે તેવું માની ટીવીમાં ફૂટેજ જોવા જતાં ટીવી, ડીવીઆર અને સીસીટીવી કેમેરા પણ ગાયબ ! ચોર શાતિર દિમાગવાળો નીકળ્યો કે, ડીવીઆર હોય તો કેમેરામાં આવેને એટલે રોકડ, દાગીના અને વાહન સો ડીવીઆરની કેમેરા સહિત ચોરી કરી ગયો.
આ બાબતે સુરેશભાઈ હાંફળા ફાંફળા ઈને પોતાના મિત્ર મુનાભાઈ લાલુને ફોન કરીને જાણ કરી હતી. અને ચોરી અંગે વીરપુર પોલીસ તેમજ ૧૦૦ નંબર પર ફોન કરી જાણ કરી હતી. આ અંગે વીરપુર પોલીસે સુરેશભાઈની ફરીયાદ પરી બીએનએસ ૩૦૫, ૩૩૧(૪) હેઠળ ૧૯.૬૫ લાખની ચોરીની ફરીયાદ નોંધી તપાસ હા ધરી હતી. ચોરીની તપાસમાં એલસીબીએ પણ ઝુકાવ્યું છે અને સુરેશભાઈ ઘોડી મુકવા માટે પાંચી છ કલાક જેટલો સમય ઘરે ની આવવાના તેની જાણ જે જે મિત્રને કે અન્ય કોઈને હોય તેના પર તપાસ કેન્દ્રિત કરી હતી.જેમાં એલસીબીને પ્રમી જ સુરેશભાઈના મિત્ર મુના લાલુ પર શંકા હોય તેની તપાસ કરતા આ મુન્નો કે જે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં પાયલોટ તરીકે ફરજ નિભાવે છે તે ચોરીના મુદ્દામાલ સો કેરાળી જવાના રસ્તેી પોલીસને હા લાગી જતા વીરપુર ગામના ઇતિહાસની સૌી મોટી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.આ કામગીરી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ ડી.જી.બડવા, એચ.સી.ગોહિલની ટીમ દ્વારા કરવામાં આવી હતી. વીરપુર પીએસઆઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ પકડાયેલા આરોપી મુન્ના લાલુને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech