શહેરમાં રહેતી 19 વર્ષીય યુવતીનું જીવન પ્રેમીએ ઝેર કરી દીધાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.યુવતીના છુટાછેડા થઇ ગયા બાદ ફેસબુક મારફત પરીચયમાં આવેલા શખસે તેને ભોળવી પ્રેમજાળમાં ફસાવી અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતાં.આ દરમિયાન યુવતીના લગ્ન અન્યત્ર થઇ જતા લગ્નના 15 દિવસમાં તેણી ગર્ભવતી હોવાનું માલુમ પડતા પતિએ માવતરે મોકલી દીધી હતી.બાદમાં પ્રેમીને લગ્નનું કહેતા તેણે ઇનકાર કરી દીધો હતો.જેથી અંતે તેણે પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
19 વર્ષીય યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયા ગામમાં શાંતિ નિકેતન રોડ પર રહેતાં અર્જુન ભીખાભાઈ ઉર્ફે બાબુભાઈ અધારીયાનું નામ આપ્યું છે.યુવતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે રહુ છું અને અભણ છું. મારા લગ્ન એક વર્ષ પહેલા થયા હતાં. પરિવારે ફુલહાર કરીને અમારા લગ્ન કરાવી દીધા હતાં. જો કે હું ત્યાં દસ જ દિવસ રહી હતી. પતિ સાથે વાંધો પડતાંછ મહિનામાં છુટાછેડા લઈ લીધા હતાં. અ પછી રાજકોટ નજીકના ગામે મારા ભાઈ સાથે રહેતી હતી. બાદમાં ભાઈના બકરા સાચવવા રાજકોટ માવતરના ઘરે આવી ગઈ હતી. બાદમાં ફેસબૂક મારફત અર્જુન અધારીયા સાથે સંપર્ક થતા નંબરની આપલે થઇ હતી.
આજથી ચારેક મહિના પહેલા ભીમ અગીયારસ વખતે અર્જુને મને કહેલુ કે ધરમાં કોઈ નથી તું આવ. જેથી હું તેના ધરે જતાં તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને હું તને પ્રેમ કરુ છું, તારી સાથે લગ્ન કરીશ, તારા બાપા નહિ માને તો હું તને ભગાડીને લઈ જઈશ અને આખી જિંદગી રાખીશ, તને બીજે ક્યાંય નહિ જવાદઉં તેમ કહી ભોળવી હતી બાદમાં મને પકડીને રૂમમાં લઈ ગયો હતો અને શરીર સંબંધ બાંધી લીધો હતો. એ પછી હું ઘરે જતી રહી હતી. ત્રણેક દિવસ બાદ રાતે બારેક વાગ્યે મોબાઈલ જોતી હતી ત્યારે અવાજ કરી અર્જુનું મને બોલાવી કહ્યું હતું કે મારા બાપા સુઇ ગયા છે તું મારી ઘરે માવ. જેથી હું ત્યાં જતાં તેણે ફરીથી સંબંધ બાંધી લીધો હતો.
ચારેક દિવસ બાદ ફરીથી રાતે અર્જુને મને બોલાવી હતી અને ફરી શરીર સંબંધ બાંધી લીધો હતો. એ પછી મારા માતા પિતાએ મારા માટે છોકરો ગોતવાનું ચાલુ કરી દીધુ હતું. મેં તેમને મારે અર્જુન સાથે પ્રેમસંબંધછે અને લગ્ન કરવા છે તેમ કહેતાં મારા પિતાએ અર્જુનને વાત કરતાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમજ મારા પિતા સાથે ઝઘડો કર્યો હતો. એ પછી આજથી એકાદ મહિના પહેલા મારુ સગપણ શાપરના યુવાન સાથે નક્કી કરી ફુલહાર કરી વિધા હતાં. ત્યાં પંદર દિવસ જેવુ રોકાઈ હતી, ત્યારે પતિને ખબર પડી હતી કે મારા પેટમાં બાળક છે. આથી મને મારા માવતરે પાછી મોકલી દીધી હતી. અને હોસ્પિટલમાં બતાવવા જતાં સાડા ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું ડોક્ટરે કહ્યું હતું. આ બાળક અર્જુન અધારીયાનું હોવાનું મેં કહ્યું હતું. મારા પરિવારે તેને લગ્ન કરી લેવા સમજાવ્યો હતો પરંતુ તે ના પાડતો હોઈ અંતે આ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની એવી આંગણવાડી.. જ્યાં ભૂલકાંને પાણી પીવાનું રીમાઇન્ડર આપવા વાગે છે વોટર બેલ!
May 03, 2025 02:18 PMપ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ '25ની યાદીમાં ભારત 151મા ક્રમે
May 03, 2025 02:14 PMભોપાલ દુષ્કર્મકાંડના મુખ્ય આરોપીએ પિસ્તોલ છિનવતા પોલીસ દ્વારા એન્કાઉન્ટર, પગમા ગોળી વાગી
May 03, 2025 02:09 PMહવે ચેટજીપીટીથી ખરીદી પણ કરી શકાશેઃ ઓપનએઆઈની જાહેરાત
May 03, 2025 02:07 PMચીનનું અર્થતંત્ર સંકટમાં: ફેક્ટરીઓમાં સન્નાટો, બેરોજગારી વધી
May 03, 2025 02:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech