BREAKING NEWS

રાજકોટમાં મહાવીર જયંતિને લઈ નીકળી ભવ્ય શોભાયાત્રા, અહિંસા, સત્ય અને ત્યાગના સંદેશાને રજૂ કરાયા, જુઓ તસવીરો

  • March 31, 2026 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે મહાવીર જયંતિ નિમિત્તે ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શહેરના મુખ્ય માર્ગેા પર શોભાયાત્રાનું નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ દ્રારા ભગવાન મહાવીરના જીવન અને તેમના અહિંસા, સત્ય અને ત્યાગના સંદેશોને રજૂ કરવામાં આવ્યા હતા. 


બાળકો અને યુવાનો દ્રારા ધાર્મિક પાત્રોના વેશમાં સંદેશાત્મક રજૂઆતો પણ કરવામાં આવી હતી, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. યાત્રા દરમિયાન ભજન–કીર્તન, રોડ પર રંગોળી કરી ધર્મધ્વજ સાથે ભકિતમય વાતાવરણ સર્જાયું હતું. કેટલાક સ્થળોએ ભગવાન મહાવીરની મૂર્તિનું અભિષેક અને પૂજન વિધિ પણ કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શિતા શાહ, શહેર પ્રમુખ માધવ દવે, જૈન અગ્રણી જીતુભાઈ કોઠારી, માંધાતાસિંહ જાડેજા અને જૈન સમાજના આગેવાનો સહિતનાઓએએ ધ્વજ ફરકાવ્યો હતો. 


યુવાઓએ બાઈક રેલી યોજી એકતાનો સંદેશો આપ્યો હતો. સમાજના અગ્રણીઓ સુશોભીત કાર, બગીઓમાં સવાર થઈ શોભાયાત્રાનો આનદં માણ્યો હતો.





















લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application