કચ્છના ભુજ તાલુકાના પાલારા નજીક ખાવડા નેશનલ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાઈકસવાર દંપતી અને તેમના પુત્રનું કમનસીબે મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ બાઈકને એક ડમ્પર અને એક ટ્રેઈલરે અડફેટે લેતા આ કરુણ ઘટના બની હતી.
મૃતકોના નામ
ઇમરાન જુણા સુમરા- ઉ.25
ઝરીના ઇમરાન સુમરા- ઉ.22
ઈમ્તિયાઝ ઇમરાન સુમરા- ઉ.4
આ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઈવે પર ટ્રાફિક નિયમોના પાલન અને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech