આજે આઈપીએલ-2025ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે. પંજાબ અને બેંગલુરૂ વચ્ચે જોરદાર જંગ થવાનો છે ત્યારે બન્ને ટીમના હકડેઠઠ્ઠ ફેન્સ ઉમટી પડ્યા છે. સ્ટેડિયમમમાં પ્રવેશ માટે ગેટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફેન્સના ટીશર્ટ જોતા RCBના વધુ સપોર્ટર જોવા મળી રહ્યા છે. જોકે એક વરસાદી ઝાપટાએ સૌ કોઈના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. જોકે હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ એકદમ સ્વચ્છ વાતાવરણ છે.
ઉલ્લેખનીય છે કે, બ્રિટનના પૂર્વ PM ઋષી સુનક મેચ જોવા આવશે. સાથે જ અનેક બોલીવુડ સેલિબ્રિટી અને ટીમના માલિકો પણ મેચ નિહાળવા પધારશે.
ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત પંજાબ અને સાઉથ ઈન્ડિયામાંથી પણ મોટી સંખ્યામાં ફેન્સ અમદાવાદ મેચ જોવા માટે પહોંચ્યા છે. વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર પોતાની ટીમને ટાઈટલ અપાવે તેવી બંને ટીમોના ફેન્સે આશા વ્યકત કરી હતી.
સ્ટેડિયમના ગેટ પર પ્રેક્ષકોનો ભારે ધસારો
ફાઈનલ મેચ શરૂ થવાને હવે ગણતરીની મિનિટો બાકી છે. ત્યારે મોટી સંખ્યામાં ફેન્સ સ્ટેડિયમ પર પહોંચતા ગેટ પર ભારે ભીડ જોવા મળી રહી છે.
મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1 પાસે પ્રેક્ષકોની ભારે ભીડ
મોદી સ્ટેડિયમના ગેટ નંબર એકની બહાર ખૂબ મોટી સંખ્યામાં ભીડ વધી છે ધક્કામુક્કી સાથે લોકો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી રહ્યા છે. ગેટ નંબર એકની બહારના ભાગે અવ્યવસ્થા જોવા મળી હતી. ધક્કા મૂકકીને કારણે કેટલાક બેરીકેટ પણ નીચે પડી ગયા હતા. પોલીસ કર્મચારીઓની ઓછી સંખ્યા હોવાના કારણે ભીડને કાબુ કરી શકાયું નથી.
VIPની કાર પોલીસ એસ્કોર્ટ સાથે પહોંચી!
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર એકની પાસે ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ વચ્ચે પોલીસની ગાડીના એસ્કોર્ટ સાથે એક મધ્યપ્રદેશ ફોર્ચ્યુનર કાર ગેટ સુધી આવી ગઈ હતી લોકોની ભીડ વચ્ચેથી ગાડીને સ્ટેડિયમ ના ગેટ સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ગેટની બહાર ઉભેલા પોલીસ કર્મચારીઓએ મહાન મહેનતે ગાડીને પાછી વાળી હતી. મધ્યપ્રદેશના પાર્સિંગ વાળી ફોરચ્યુનર ગાડી પોલીસ એસ્કોર્ટ સાથે હતી.
140 સ્પેશિયલ પોલીસ કર્મી તૈનાત
સુરક્ષા માટે 8 IPS સહિત 4 હજાર પોલીસ ખડેપગે તૈનાત રહેશે. પાણી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરાઈ છે. વિરાટ કોહલી સહિતના ખેલાડીઓને મળવા કોઈ પ્રેક્ષક ગ્રાઉન્ડમાં અંદર ના ઘૂસે તે માટે 140 સ્પેશિયલ પોલીસ કર્મી તૈનાત કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ખોખરાના સરપંચે બ્રાંચ પોસ્ટ માસ્તરને માર માર્યાની રાવ
June 05, 2025 03:57 PMઢૂંઢસર ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા, ચાર શખ્સો નાસી છૂટ્યા
June 05, 2025 03:53 PMજુના બંદર રોડ પરથી ટ્રકમાંથી રુપીયા ૧૨ લાખની કિંમતના કોપરની ચોરી
June 05, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech