BREAKING NEWS

APMC ચેરમેન રાજકોટ લખેલી કારે બાઇકને ઠોકરે લેતા પ્રૌઢનું મોત

  • March 30, 2026 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના મવડી-કણકોટ રોડ પર આજે સવારે એમપીએમસી ચેરમેન લખેલી કારે બાઈકને ઠોકરે લેતા ચાલક પ્રૌઢનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા કાર ચાલક પ્રૌઢ કાર મૂકી નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે ટ્રાફિક જામ થઇ જતા તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને લોકોના ટોળાને વિખેર્યા હતા.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના અને હાલ શહેરના જીવરાજપાર્કમાં ફ્લોરા નેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા સંજયભાઈ સવજીભાઈ કાલરીયા (ઉ.વ.62)ના પ્રૌઢ આજે સવારે નિત્યક્રમ મુજબ ઘરેથી મોટરસાઇકલ લઇ શાપરમાં આવેલી ફેકટરીએ નોકરી જવા માટે નીકળ્યા હતા દરમિયાન મવડી-કણકોટ રોડ પર ગણેશ ચોક નજીક સામેથી આવતી એપીએમસી ચેરમેન રાજકોટ લખેલી જીજે-03-એલએમ-9201 નંબરની હ્યુન્ડાઇ વેન્યુ કારે બાઈકને ઠોકરે લેતા પ્રૌઢ બાઈક સમેત નીચે પટકાતા ગંભીર ઈજાઓ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. 108 અને પોલીસ સ્થળ પર દોડી આવતા 108ના ઈએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા કાર ચાલક કાર મૂકી નાશી છૂટ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર સંજયભાઈને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. પોતે શાપરમાં ફેક્ટરીએ કામે જતા હતા દરમિયાન બનાવ બન્યો હતો. પોલીસે કાર કબ્જે કરી ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application