શહેરના નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર શ્રીનાથજી ચોક પાસેથી તાલુકા પોલીસ મથકના સ્ટાફે ચોરાઉ બાઇક સાથે અમરેલીના નાના આંકડીયા ગામે રહેતા શખસને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી પિયા ૧૫,૦૦૦ ની કિંમતનું ચોરાઉ બાઇક કબજે કયુ હતું. આરોપીએ આ બાઇક છ દિવસ પૂર્વે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ. હરીપરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ ભુંડિયા અને કોન્સ્ટેબલ ઉગાભાઇ બાળાને મળેલી બાતમીના આધારે નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટથી આગળ શ્રીનાથજી ચોક પાસે શંકાસ્પદ બાઇક સાથે એક શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેનું નામ મુકેશ ગોરાભાઈ પંચાળા(ઉ.વ ૩૭ રહે. પ્રતાપરા તા. નાના આંકડીયા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાઈકના કાગળો માંગતા તે સંતોષકારક ઉત્તર આપી શકયો ન હતો. જેથી પોલીસે સઘન પૂછતાછ કરતા તેણે આ બાઈક છ દિવસ પૂર્વે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે પિયા ૧૫,૦૦૦ ની કિંમતનું બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી સામે અગાઉ અમરેલી પોલીસ સ્ટેશનમાં દાનો ગુનો નોંધાઈ ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા-મહુવા રોડ પર બોરડા ગામ નજીક ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત
May 03, 2025 03:37 PMઅજમેરની હોટલમાં લાગેલી આગની જ્વાળામાં આવ્યું ભાવનગરનું દંપતિ
May 03, 2025 03:24 PMખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત
May 03, 2025 03:21 PMવડવા, ચાવડીગેટ સહિતના વિસ્તારોમાં પોલીસ તપાસ
May 03, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech