જૂનાગઢના ધારાસભ્યને આંતરરાષ્ટ્ર્રીય નંબર દ્રારા વોટસએપ કોલ અને મેસેજ કરી આશ્રમના નામે .૩૫ લાખની ખંડણી માગવામાં આવી હતી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસ તત્રં એકશનમાં આવ્યું હતું. અને વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. એલસીબીએ કરેલી ઐંડાણપૂર્વકની તપાસમાં મુખ્ય સૂત્રધાર મૂળ તાલાળાના ચિત્રાવડ અને હાલ કોંગો(આફ્રિકા)માં રહેતા યુવકનુ નામ ખુલ્યું હતું યારે અન્ય તેના બે સાગરીતો રોનક ઠાકુર (અમદાવાદ)અને ઇમરાન ઉર્ફે જોન (વેરાવળ)ને ઝડપી લીધા હતા. પોલીસ દ્રારા બંને શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. યારે મુખ્ય સૂત્રધારને આફ્રિકાથી જુનાગઢ લાવવા તજવીજ હાથ ધરી છે. આ અંગે વિગત મુજબ જૂનાગઢના ધારાસભ્ય અને અગ્રણી ઉધોગપતિ સંજયભાઈ કોરડીયાને તા.૨૬થી૨૯ ઓકટોબર દરમ્યાન અજાણ્યા આંતરરાષ્ટ્ર્રીય નંબર પરથી વોટસએપ કોલ આવ્યો હતો. પ્રથમ અપશબ્દોવાળા મેસેજ કર્યા હતા અને ત્યારબાદ .૩૫ લાખની ખંડણી માંગી હતી અને અમદાવાદના રોનક ઠાકુરને જો રકમ નહીં આપે તો ધારાસભ્યના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ગુજરાત પોલીસ માં કાંઈ બગાડી નહીં શકે અને હોશિયારી કરતો નહીં તેવી ધમકી અને ખંડણી માગવાના બનાવ અંગે ધારાસભ્ય દ્રારા રોનક ઠાકોર તથા અજાણ્યા ઇસમો સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ઐંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. એસ.પી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પટેલ સહિતની ટીમ દ્રારા હ્યુમન અને ટેકનિકલ સેલ ના આધારે ઐંડાણપૂર્વકની તપાસમાં મુખ્ય સૂત્રધાર તરીકે મૂળ તાલાળા ના ચિત્રાવડના અને હાલ કોંગોમાં રહેતા સમીર બલોચનું નામ ખુલ્યું છે.આ ઉપરાંત તેના બે સૂત્રધારના નામ પણ સામે આવ્યા છે પોલીસે તે બંનેની ધરપકડ કરી છે. એસપીના જણાવ્યા મુજબ ખંડણી માગવાના અને ધમકી આપ્યાના બનાવવામાં એલસીબીએ વેરાવળના ઇમરાન ઉર્ફે જોન નુર મહંમદ ભાઈ સીમારી રહે વેરાવળ અને અમદાવાદના રોનક રાજુભાઈ ઠાકોર બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બંને યુવકો સમીર બલોચ સાથે સંપર્કમાં હતા. જેથી પોલીસે ઝડપાયેલ બંને સાગરિતોની ઐંડાણપૂર્વકની પૂછપરછ શ કરી છે. અને કયા કારણોસર ખંડણી માગવામાં આવી, અન્ય કોઈ ઇસમો સાથે જોડાયેલા છે તથા અગાઉ કોઈ પાસે આ પ્રકારે ખંડણી વસૂલાત કરી છે સહિતની વિવિધ દિશાઓમાં પૂછપરછ શ કરી છે. ઝડપાયેલ બંને ઈસમોમાં વેરાવળના યુવક સામે હત્યાના પ્રયાસ સહિત બે ગુના નોંધાયા છે