જયુબેલી ચોક પાસે ચોરાઉ બાઈક સાથે નવાગામનો શખસ ઝડપાયો

  • June 11, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
એ ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જયુબેલી ચોક પાસેથી શંકાસ્પદ બાઇક સાથે નવાગામના શખસને પકડી પાડ્યો હતો. બાઈક અંગે પૂછતાછ કરતા સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.પોલીસે ચોરાઉ બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.વી. બોરીસાગરની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એસ.એમ. રાણા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ દામજીભાઈ માવદીયા, કોન્સ. ધર્મેશભાઈ ખાંડેખાને મળેલી બાતમીના આધારે જ્યુબેલી ચોક પાસેથી હાર્દિક જીલુભાઈ બાલસરા (ઉ. વ.૨૭)(રહે. નવાગામ રામદેવપીર મંદિર પાસે ઝાપડાના ઘર પાસે,સોખડા)ને શંકાસ્પદ બાઇક સાથે પકડી પાડ્યો હતો. બાઈક અંગે આધાર પુરાવા માંગતા આ શખસ સંતોષકારક ઉત્તર આપી શકયો ન હતો. પોલીસે સઘન પૂછપરછ કરતા આ શખસે સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી આશરે દસ દિવસ પહેલા બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે રૂ.15000ની કિંમતની બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application