BREAKING NEWS

રાજપરા(ખોડીયાર)ના શખ્સે ૧૪૦૦ની બનાવટી નોટ બજારમાં વટાવી હતી

  • January 07, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રેલવે સ્ટેશન રોડ પરથી બનાવટી નોટ વેચવાની પેરવીમાં રહેલા રાજપરા (ખોડીયાર)ના શખ્સને  ક્રાઈમ બ્રાંચે ઝડપી તેની પાસેથી  રૂ.૨૦૦ની બનાવટી ચલણી નોટ નંગ-૩૪૩ મળી આવતા કબજે લીધી હતી. પોલીસ તપાસ દરમિયાન અગાઉ ભાવનગરના વડવામાં રહેતા અમદાવાદના તેના મિત્ર પાસેથી રૂપિયા લેવાના નિકળતા હોય જે પેટે તેને ૭૦ હજારની જાલીનોટ આપી હતી. જે પૈકી રૂા. ૧૪૦૦ બજારમાં વટાવ્યા હોવાની કબૂલાત આપી હતી.  ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે ગત રાત્રીના મળેલી બાતમી આધારે સિહોર તાલુકાના રાજપરા (ખોડીયાર) ગામે રહેતા અજય ઉર્ફે ઘુઘો પોપટભાઈ બુધેલીયાને શહેરના  રેલ્વે સ્ટેશન રોડ, તખ્તસિંહજી વિશ્રાંતિ ગૃહની સામે, ભારત ડ્રાયકલીનર્સ દુકાનની પાસે જાહેર રોડ પર નંબર પ્લેટ વગરનું એકસેસ સ્કુટર લઈને ભારતીય ચલણની બનાવટી નોટો વેંચવાની પેરવી કરતા ઝડપી લઈ  તેના કબજામાંથી  ભારતીય ચલણ રૂ.૨૦૦ની બનાવટી ચલણી નોટ નંગ-૩૪૩ મળી આવતા બનાવટી નોટ, એક્સેસ, એક મોબાઈલ કબજે લીધુ હતું.
દરમ્યાનમાં ક્રાઈમ બ્રાંચે શખ્સની કરેલી  પુછપરછ કરતા કબુલાત આપી હતી. કે, તેના અગાઉ શહેરના વડવા વિસ્તારમાં રહેતા  બાળપણના મિત્ર ચિંતન અનિલભાઈ કનોજીયા (રહે. નારોલ, અમદાવાદ) પાસેથી  ચિંતન કનોજીયાએ એકાદ મહિના પહેલા તેને રૂા. ૭૦ હજારની ખોટી નોટ આપી હતી અને વટાવી દેવાનું જણાવ્યુ હતું. તેના પાસે રહેલી નોટ પૈકી થોડી નોટ તેણે છુટક વટાવી હોવાનું જયારે અન્ય રૂ. ૨૦૦ની ૩૪૩ નોટ સાથે તે ઝડપાયો હતો.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application