તળાજામાં એક દુકાનમાંથી એલસીબીએ વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ૩૭૬બોટલ કિં.રૂ.૧,૦૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,તળાજા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, સંજય પંકજભાઇ ડાભી રહે.ધાર ઉપર, સરતાનપર રોડ, તળાજા જી.ભાવનગર તળાજા,સરતાનપર રોડ ઉપર આવેલ અમરદિપ કોમ્પ્લેકસની ગ્રાઉન્ડ ફલોર, દુકાન નંબર-૯૪માં બહારથી વિદેશી દારૂનો જથ્થો રાખી સગેવગે કરે છે.
જે બાતમી આધારે રેઇડ કરી દુકાનમાંથી વિદેશી દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ બોટલો મળી આવતા સંજય પંકજભાઇ ડાભી (ઉ.વ.૨૯ ધંધો-ખેતી રહે.ધાર ઉપર, સરતાનપર રોડ, તળાજા જી.ભાવનગર)ને ઝડપી લઈ તેની પાસેથી ઙખ સ્પેશ્યલ રેર વ્હીસ્કી ૧૮૦ ખકની બોટલ નંગ-૧૮૬ કિ.રૂ.૪૧,૮૫૦, ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૩૭૫ ખક બોટલ નંગ-૪૮ કિ.રૂ.૨૬,૪૦૦, ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૧૮૦ અને ખક બોટલ નંગ-૧૪૨ કિ.રૂ.૩૧,૯૫૦ મળી કુલ રૂ.૧,૦૦,૨૦૦નો મુદ્દામાલનો કબ્જે કર્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા,એજાજખાન પઠાણ તેમજ માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech