રાજકોટના રેલનગર વિસ્તારમાં શામજીકૃષ્ણ વર્મા ટાઉનશિપમાં રહેતા દૂધના ધંધાર્થી આધેડે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જે અંગે આધેડની પત્નીની ફરિયાદ પરથી પડધરીના ખંભાળા ગામે રહેતા એડવોકેટ ભાઈ-બહેન વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવા અંગે ગુનો નોંધાયો છે. આરોપીની ખંભાળા ગામે આવેલી જગ્યામાં દૂધનો પ્લાન્ટ શરૂ કર્યા બાદ તેમની પાસેથી ઉછીના પૈસા લીધા હતાં. જેના બદલામાં મહિલા એડવોકેટે આધેડને તેના પતિને મારી નાખવા અને બનાવને અકસ્માતમાં ખપાવવા અંગેનો પ્લાન જણાવી આવું કરવા માટે કહેતા આધેડે તેનો ઇનકાર કરતા ભાડાના હિસાબમાં ગોટાળો છે કહી પ્લાન્ટને તાળુ મારી દેતા અને આ બાબતે ત્રાસ આપતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રેલનગર શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ 203 સનરાઈઝ સ્કુલ બાજુમાં રહેતા કાજલબેન નિલેશભાઈ હિંડોચા (ઉ.વ. 45) દ્વારા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પડધરીના ખંભાળા ગામે રહેતા જયદીપ મનજીભાઈ પાચાણી અને ધર્મિષ્ઠાબેન મનજીભાઈ પાંચાણીના નામ આપ્યા છે. કાજલબેન ને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં 19 વર્ષની પુત્રી મહેક છે અને તેમના પતિ નિલેશભાઈ શાંતિભાઈ હિંડોચાએ ગત તા. 18/4 ના જામકંડોરણાના સાતોદડ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.જે મામલે તેમણે આ ફરિયાદ નોંધાવી છે.
વધુમાં જણાવ્યું હતું કે, તેમના પતિ નિલેશભાઈ તથા ભાર્ગવભાઈ ભરતભાઈ ભદ્રા (રહે.રેલનગર) તથા પૂર્વીબેન કેતનભાઇ ત્રિવેદી (રહે. ગાંધીગ્રામ) ત્રણેય પાર્ટનરમાં દૂધનો પ્લાન્ટ શરૂ કરવા માટે પડધરીના ખંભાળા ગામે રહેતા જયદીપ પાંચાણીવાળું મકાન રૂપિયા 15,000 લેખે ભાડે રાખ્યું હતું અને આ ભાડાના મકાનમાં દૂધનો પ્લાન્ટ ફીટ કરી અલગ અલગ દૂધની બનાવટો બનાવી વેચાણ કરતા હતા. જેનું નિયમિત ભાડું જયદીપને આપતા હતા જયદીપની બહેન ધર્મિષ્ઠા અને તેના પિતાના ઘરે આવી હોય અને ધર્મિષ્ઠાના કહેવા પર તેના પિતા અને ભાઈ બધુ કરતા હતા આ ધર્મિષ્ઠા અને જયદીપ તથા તેના ઘરના સભ્યો સાથે પ્રથમ ફરિયાદી અને તેના પરિવારને ઘર જેવા સંબંધ હતા. વર્ષ 2024 ના ફેબ્રુઆરી મહિનામાં જયદીપ તથા ધર્મિષ્ઠા પાછળની પાસેથી ફરિયાદીના પતિએ રૂ.2 લાખ 2 માસ માટે ઉછીના લીધા હતા.
બાદમાં હોળીના દિવસે ફરિયાદીના પતિ પાસે પૈસાની ઉઘરાણી કરતા હોય જેથી બંનેને દૂધના પ્લાન્ટે બોલાવતા જયદીપ તથા તેની બહેન ધર્મિષ્ઠા અહીં આવ્યા હતા ત્યારે ફરિયાદીના પતિએ રૂ. 1 લાખ રોકડા ધર્મિષ્ઠાને આપ્યા હતા અને રૂ. 1 લાખ દેવાના બાકી હતા તે વખતે ધર્મિષ્ઠાએ તેના પતિનો ફોટો બતાવી કહ્યું હતું કે, નિલેશભાઈ મારા પતિએ મૈત્રી કરાર કરી લીધો છે જેથી તેને મારી નાખવો છે મારા પતિને મારવાનું કામ તમારે કરવાનું છે મારા પતિને આપણે એક્સિડન્ટનો પ્લાન બનાવી મારી નાખવાનો છે બાકીનું બધું હું જોઈ લઈશ હું તમને કંઈ નહીં થવા દઉં મારા પતિનો એક કરોડનો વીમો છે તેમાં હું તમને ભાગ પણ આપીશ આ વાત ફરિયાદીના પત્નીએ પણ સાંભળી હોય જેથી ધર્મિષ્ઠા તથા તેનો ભાઈ ગયા બાદ તેમણે પતિને આવું કંઈ ન કરવાનું કહેતા તેણે કહ્યું હતું કે, હું ખાલી હા કહેતો હતો આપણે એવું કંઈ કરવું નથી ત્યારબાદ ધર્મિષ્ઠા અવારનવાર ફરિયાદીના પતિને ફોન કરતા નિલેશભાઈ સતત ચિંતામાં રહેતા હતા.
વર્ષ 2024 ના માર્ચ મહિનામાં ફરિયાદીના સાસુના પિતા નાગપુર ખાતે અવસાન પામ્યા હોય તેથી તેમના પતિ નિલેશભાઈ અહીં ગયા હતા તે સમયે ધર્મિષ્ઠા ફોન કરતી હતી પરંતુ તેમને ફોન ઉપાડતા ના હોય જેથી ધર્મિષ્ઠા અહીં પ્લાન્ટે આવી હતી અને અહીં પ્લાન્ટના મકાનને તાળું મારી દીધું હતું. ત્યારબાદ નિલેશભાઈએ ખંભાળાના સરપંચ અશ્વિનભાઈ પટેલને આ બાબતે વાત કરતા તેણે કહ્યું હતું કે હું જયદીપને સમજાવીશ. બાદમાં રાત્રિના નવેક વાગ્યે જયદીપના ઘરે જતા જયદીપ તથા તેની બહેન ધર્મિષ્ઠા અને તેના માતા પિતા હાજર હોય તે વખતે ભાઈ- બહેનને કહ્યું હતું કે અમારે ધંધો બંધ છે તમે મકાનને તાળુ મારી દીધું છે સમયસર ભાડાની રકમ પણ આપીએ છીએ. હિસાબ ફરીથી કરવો પડશે તેમ ભાઇ બહેને કહ્યું હતું. જેથી નિલેશભાઇએ કહ્યું હતું કે, જો તમે તાળું નહીં ખોલો તો મારે દવા પીવાનો વારો આવશે તેમ કહેતા ધર્મિષ્ઠા અને તેના ભાઇ જયદીપે કહ્યું હતું કે તો મરી જવાય અમારે શું. બાદમાં તારીખ 18/4/2025 ના અશ્વિનભાઈને આ બાબતે કહેતા તેમણે પણ હાથ ઊંચા કરી દીધા હતા બાદમાં દિનેશભાઈએ પત્નીને કહ્યું હતું કે હું વકીલ પાસે જઈને આવું છું.
ત્યારબાદ તેણે તેમના પાર્ટનર ભાર્ગવભાઈ ભદ્રા તથા પત્ની અને દીકરીને વોટસએપમાં સ્યુસાઇડ નોટ મોકલી હતી અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો. જેથી તેમને શોધવા નીકળ્યા હતા બાદમાં ચારેક વાગ્યે દીકરીના ફોનમાં વીડિયો કોલ આવ્યો હતો તે વખતે દીકરીએ પૂછ્યું હતું પપ્પા તમે ક્યાં છો? જેથી તેમણે કહ્યું હતું કે હું ઘરે નહીં આવું મેં ધર્મિષ્ઠાબેન તથા તેના ભાઈ જયદીપ બંનેના માનસિક ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી છે વિડીયોકોલ માં જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે આવેલ સુરાપુરા દાદાનું મંદિર દેખાઈ રહ્યું હતું જેથી પરિવાર એ તેમને કહ્યું હતું કે અમે ત્યાં આવીએ છીએ પરંતુ નિલેશભાઈએ કહ્યું હતું કે તમે અહીંયા નહીં પહોંચી શકો બાદમાં અહીં પહોંચી નિલેશભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી આ અંગે નિલેશભાઈના પત્નીએ ખંભાળાના એડવોકેટ ભાઈ બહેન જયદીપ પંચાણી અને ધર્મિષ્ઠા પંચની વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.
આપઘાત બાદ સમાધાન માટે પ્લાન્ટનો સામાન પરત આપવાનુ લખાણ કર્યું
ફરિયાદી કાજલબેન ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ નિલેશભાઈ આપઘાત કર્યા બાદ ધર્મિષ્ઠા તથા તેના ભાઈ જયદીપ બંને પર ગુનો દાખલ થશે તેવા ભયથી તેમની પાસે આવી તેમને ભોળવી કહ્યું હતું કે, દૂધના પ્લાન્ટનો સામાન આપી દઈશું તેવી શરતે ગઇ તારીખ 22 ના રોજ 300 ના સ્ટેમ્પ પેપરમાં નોટની લખાણ કરાવી લીધું હતું. પરંતુ ત્યારબાદ પણ દૂધના પ્લાન્ટનો કોઈ સામાન આપ્યો ન હતો. જેથી અંતે આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.