શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને ભગાતળાવ વિસ્તારના લાલગર બાવાના મઠ નજીક આવેલા હનુમાનજી મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા આધેડને કોઈ શખ્સોએ આખલોલ જકાતનાકા વિસ્તારમાં બોલાવી એક ઓરડીમાં લઈ જઈ ઢોર માર મારી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના બની હતી. હૂમલામાં ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે સર ટી હોસ્પીટલમાં ખસેડાયા હતા.
ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ શહેરના ગાયત્રીનગર વિસ્તારના શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને ભગાતળાવ લાલગર બાવાના મઠ નજીકના હનુમાનજી મંદિર ખાતે પૂજારી તરીકે કામ કરતા રજનીકાંન્તભાઈ જાની (ઉં.વ.૪૫)ને કોઈ શખ્સોએ ફોન કરી આખલોલ જકાતનાકા વિસ્તારમાં બોલાવ્યા બાદ એક ઓરડીમાં લઈ જઈ રજનીકાંન્તભાઈને ઢોર માર મારી તેની પાસેથી રહેલા રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી ઈજાગ્રસ્ત હાલતે છોડી નાસી છૂટ્યા હતા. દરમ્યાન રજનીકાંન્તભાઈને સારવાર માટે સર ટી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં આગળ તેણે હોસ્પીટલ પોલીસને આપેલા નિવેદનની નોંધ કરી હોસ્પીટલ પોલીસે બોરતળાવ પોલીસ તરફ કાગળો રવાન કરવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMકાલાવડના રીનારી ગામમાં કુંડીમાં ડુબી જતા બાળકનું મૃત્યુ
May 03, 2025 11:23 AMસોખડા ચોકડી પાસે રોંગ સાઈડમાં આવેલી બોલેરોએ કારને હડફેટે લેતા આધેડનું મોત
May 03, 2025 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech