ઇન્સ્ટાગ્રામમાં યુવતીના આઈડી પર છાનીવાતું કરતા પડધરીના યુવકને રાજકોટ મળવા બોલાવી માધાપર ચોકડીથી બેડી વચ્ચે બાઇકમાં અપહરણ કરી 6થી 7 શખ્સોએ જુદી જુદી જગ્યાએ લઇ જઈ બેફામ મારમારીમોબાઈલ ફોન પડાવી લીધો હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા સારવાર આપવામાં આવી છે. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
હોટલમાં લઈ જઈ બેફામ માર માર્યો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ પડધરીના ન્યારા ગામે રહેતો આર્યન સંજયભાઈ ખેતરીયા (ઉ.વ.17)નો સગીર ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બે દિવસથી કોઈ અજાણ્યા ફેક યુવતીના આઈડીમાં ચેટ કરતો હોય સામેની વ્યક્તિએ મારે તને જોવો છો અને મળવું છે, તું રેલનગરમાં હનુમાન મંદિર પાસે આવજે સગીર ગઈકાલે તેને મળવા પહોંચતા ત્યાં બે બાઇકમાં છ થી સાત શખ્સો આવી ગયા હતા અને સગીરને બળજબરી પૂર્વક બાઇકમાં બેસાડી માધાપર ચોકડથી બેડી રોડ વચ્ચે આવેલી માધવ હોટેલએ લઇ ગયા હતા ત્યાં બેફામ માર માર્યો હતો અને ત્યાંથી મામાદેવના મંદિરે લઇ જઈ ત્યાં પણ ધોકા, પાઇપ અને ઢીકાપાટુનો માર મારી મોબાઈલ ઝૂંટવી કાર્ડ કાઢીને આપી દીધું હતું.
તારે ઘરે જવું હોય તો ગાંજો પીવો પડશે
સગીરને ત્યાંથી ઈશ્વરીયા બાજુ નદી કાંઠે લઈ જઈ ત્યાં પણ મારમાર્યો હતો અને પૂછ્યું હતું કે હવે તારે ઘરે જવું છે કે ક્યાં? સગીરે ઘરે જવાનું કહેતા તારે ઘરે જવું હોય તો ગાંજો પીવો પડશે તેમ કહી એઇમ્સ પાસે બાવળમાં લઇ ગયા હતા અને ત્યાં ગાંજો પીવડાવી ગીત ગવડાવ્યાં હતા અને માર માર્યાનો વિડીયો પણ ઉતાર્યો હતો. સગીરને ધમકાવવામાં આવ્યો હતો કે તું પોલીસ કેસ કરીશ તો જેલમાંથી બહાર નીકળીને તને છરીના ઘોદા મારી દઈશ, અમને પોલીસની પણ બીક નથી, તારા જેવા જ બકરા અમે ગોતીએ છીએ, એમ કહી સગીરને છેક ઘરની શેરીમાં મૂકી ગયા હતા. બાદમાં સમ્રગ બાબતની ઘરે વાત કરતા સગીરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે સગીરના આક્ષેપોને પગલે તપાસ હાથ ધરી છે.