BREAKING NEWS

જયુબિલી માર્કેટના બકાલીઓનું ટોળું મનપામાં ધસી આવ્યું

  • May 15, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રાજકોટની સૌથી જૂની એવી જયુબિલી શાક માર્કેટનું રિનોવેશન કરવા બજેટરી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર હોય તે પૂર્વે માર્કેટ ખાલી કરવા ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ થતા આજે બપોરે બકાલીઓનું ટોળું મહાપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું અને આક્રોશભેર ઉગ્ર રજૂઆત કરી હતી.વિશેષમાં મ્યુનિ.સૂત્રોના જણાવ્યા મુજબ ૩૦૦થી વધુ થડા ધારકોએ તેમણે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા પણ માંગ કરી હતી, એકાદ વર્ષ સુધી રિનોવેશન ચાલે ત્યાં સુધી ગ્રાહકો અન્યત્ર જતા રહે તેથી તેમની રોજી રોટી છીનવાઈ જશે તેવી ભીતિ વ્યક્ત કરી આવેદન પાઠવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News