મિત્રતાનો નવો અધ્યાય: ૯૯% ભારતીય ઉત્પાદનોને બ્રિટનમાં ટેરિફ મુકિત મળશે
મિત્રતાનો નવો અધ્યાય: ૯૯% ભારતીય ઉત્પાદનોને બ્રિટનમાં ટેરિફ મુકિત મળશે
June 18, 2026 09:16 AM
ભારત અને યુકે વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય થઈ રહ્યો છે અને જાહેરાત કરવામાં આવી છે કે મુકત વેપાર કરાર આ જ વર્ષે ૧૫ જુલાઈથી અમલમાં આવશે. આ કરાર તેના ઔપચારિક હસ્તાક્ષરના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં અમલમાં આવી રહ્યો છે. ભારત અને યુકે વચ્ચેના આ કરારના અમલીકરણ પછી, ૯૯% ભારતીય ઉત્પાદનો શૂન્ય ટેરિફ પર યુકેમાં પ્રવેશ કરશે અને ભારતમાં આયાત થતી અનેક ચીજ વસ્તુઓ સસ્તી બનશે.વડાપ્રધાન મોદીએ લખ્યું, ભારત–યુકે સંબંધો માટે એક ઐતિહાસિક સીમાચિ઼પ કરાર અમલી થવા જઈ રહ્યો છે. આ કરાર આપણા દ્રિપક્ષીય વેપાર અને રોકાણને નોંધપાત્ર રીતે વેગ આપશે. આનાથી ભારતીય ખેડૂતો, કામદારો, એમએએમઈ, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ માટે અસંખ્ય તકો ખુલશે અને 'વિકસિત ભારત ૨૦૪૭' ના લયને પ્રા કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે.