ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે, ગઈકાલે રાજકોટ ગુજરાતનું ગરમ શહેર રહ્યું હતું, રાજકોટમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગઈકાલે ક્યાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગઈકાલે અમદાવાદમાં 37.2 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી, ડીસામાં 37.8, વડોદરામાં 36.4 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 38.1 ડિગ્રી, નલિયામાં 36.4 ડિગ્રી, કેશોદમાં 37.8 ડિગ્રી, અમરેલીમાં 36.8 ડિગ્રી, પોરબંદરમાં 32.4 ડિગ્રી, ભાવનગરમાં 35.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 36.5 ડિગ્રી, મહુવામાં 33.4 ડિગ્રી, કેશોદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિના દરમિયાન જ રાજ્યના ઘણા શહેરોમાં હીટવેવ અને ભીષણ ગરમીનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જો કે છેલ્લા પાંચ દિવસથી ગરમીથી થોડી રાહત મળી હતી. જોકે 22 માર્ચથી ફરી એકવાર ગરમીમાં વધારો થશે. દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે ગરમીમાં વધારો થવાની સંભાવના છે.
રાજ્યમાં આજે કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં આજે કેટલાક જિલ્લાઓમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ આણંદ, ભરૂચ, બોટાદ, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, જામનગર, કચ્છ, મહીસાગર, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધશે
વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69 ટકા અને સાંજે 20 ટકા નોંધાયું હતું. ઉત્તર-પશ્ચિમ દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા. નોંધનીય છે કે, આગામી ચાર દિવસ સુધી કચ્છથી લઈને વલસાડ સુધીના 1600 કિલોમીટરના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે. જો કે, ત્યારબાદ ફરી તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech