BREAKING NEWS

દેવળા ગામ નજીક વાડીમાં મહાકાય અજગર ઘૂસી આવતાં રેસ્ક્યુ

  • October 07, 2026 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારી તાલુકાના દેવળા ગામ નજીક અશ્વિનભાઈ સાંગાણીની વાડીમાં આવેલા સ્ટાર્ટરની ઓરડીમાં મહાકાય અજગર ઘૂસી જતાં વાડી માલિક સહિત આસપાસના લોકોમાં ચકચાર મચી હતી.
અજગર દેખાતા તાત્કાલિક રમેશભાઈ કાતરીયાને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ અજગરને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં લઈ જઈ કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. અજગરનું સફળ રેસ્ક્યુ થતાં વાડી માલિક અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application