સાવરકુંડલામાં રહેણાંક મકાનમાં એલસીબીએ દરોડો પાડી ઈંગ્લીશ દારૂ-બીયરનો જથ્થો રૂ.૩૩,૭૩૦નો ઝડપી લીધો હતો, રેઇડ દરમિયાન શખ્સ હાજર ન મળી આવતા શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ અમરેલી એલસીબીના પીઆઈ વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ એલસીબીના એએસઆઇ યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા સહિતના સાવરકુંડલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સાવરકુંડલાના કાપેલધારમાં રહેતો શીલ્પેશ બાબુભાઇ વાળા પોતાના રહેણાંક મકાનમાં દારૂ-બિયર મગાવી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડતા ઘરમાં છુપાવેલો જુદી જુદી બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂ અને બિયર મળી કુલ 217 નંગ કી.રૂ.૩૩,૭૩૦નો મળી આવતા કબ્જે કરી શિલ્પેશ હાજર મળી ન આવતા તેને ફરાર જાહેર કરી ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech