પોરબંદરની એમ.ડી.સાયન્સ કોલેજના ભુતપુર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન ૩૦ મી નવેમ્બરના રોજ યોજાશે. પોરબંદરની મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજ દ્વારા કોલેજના ભુતપુર્વ વિદ્યાર્થીઓ માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ તા.૩૦.૧૧.૨૦૨૫ ને રવિવારના રોજ બપોરે ૩:૩૦ થી ૫:૦૦ દરમિયાન પોરબંદરની મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજના પરિસરમાં યોજાશે.કોલેજ સાથે સંકળાયેલા ભૂતપૂર્વ શિક્ષિતોની યાદોને તાજી કરવી, પરસ્પર સંવાદ સ્થાપિત કરવો અને શિક્ષણ ક્ષેત્રે કોલેજના સતત વિકાસ અંગે વિચારો વહેંચવા આ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય છે.આ પ્રસંગે કોલેજ પરિવાર તરફથી તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિનમ્ર આમંત્રણ છે કે તેઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે.