રાજકોટમાં આગામી તા. ૨થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા જન્માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આજે સાંજે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લોકમેળાની તૈયારીઓ અંગે રિવ્યૂ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મિટિંગમાં લોકમેળા સમિતિના આશરે ૩૦ સભ્યો તેમજ વિવિધ વિભાગના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહેશે.રિવ્યૂ મિટિંગ દરમિયાન લોકમેળાના આયોજન સાથે સંકળાયેલા દરેક વિભાગની અત્યાર સુધીની કામગીરીની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. મેળાના સ્થળે માળખાકીય સુવિધાઓ, સ્ટોલ ફાળવણી, વીજળી, પાણી, સફાઈ, આરોગ્ય, સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જે કામગીરી હજુ બાકી છે તેને આગામી દિવસોમાં સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. લોકમેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. મેળામાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવનાર છે. આ માટે ફરજ બજાવનાર અધિકારીઓ તથા કર્મચારીઓની યાદી તૈયાર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. મિટિંગમાં મેળા દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને મુલાકાતીઓને સુવિધા મળી રહે તે માટે વિભાગવાર જવાબદારી નક્કી કરવા અંગે પણ ચર્ચા થશે. ઉપરાંત, લોકમેળાનું સત્તાવાર નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આજની રિવ્યૂ મિટિંગમાં અત્યાર સુધી થયેલી કામગીરીનો અહેવાલ મેળવીને બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તંત્રને દિશાનિર્દેશ આપવામાં આવશે. લોકમેળો નજીક આવી રહ્યો હોવાથી આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને વધુ વેગ આપવામાં આવશે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application