રાજકોટ માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીનું વેકેશન જાહેર, છ દિવસ રજા જાહેર
રાજકોટ માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીનું વેકેશન જાહેર, છ દિવસ રજા જાહેર
August 24, 2026 03:44 PM
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- રાજકોટ (શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટયાર્ડ) દ્વારા જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સેક્રેટરી બી.આર. તેજાણી દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર પરિપત્ર મુજબ, રાજકોટના મુખ્ય માર્કેટયાર્ડ ખાતે તારીખ ૦૧/૦૯/૨૦૨૫ થી તારીખ ૦૫/૦૯/૨૦૨૫ સુધી જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે હરરાજીનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
માર્કેટયાર્ડના વહીવટી તંત્ર દ્વારા સંબંધીત તમામ વેપારીઓ, કમિશન એજન્ટો અને ખેડૂતોને આ અંગે નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થયા બાદ, તારીખ ૦૭/૦૯/૨૦૨૫ને સોમવારથી માર્કેટયાર્ડનું તમામ કામકાજ અને હરરાજીની પ્રક્રિયા પૂર્વવત અને રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ખેડૂતોને તેમની ઉપજ લાવવામાં કોઈ અગવડતા ન પડે તે માટે આ અગાઉથી જાણ કરવામાં આવી છે.