BREAKING NEWS

અમદાવાદમાં સુરત જેવું 'ભૂતિયા ડિમોલિશન': કોર્પોરેશનના નામે 3 દુકાનો તોડી પાડવામાં આવી

  • August 24, 2026 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરના નાના ચિલોડા વિસ્તારમાં સુરતના નાસીરનગર જેવી જ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. કેટલાક અજાણ્યા શખ્સો 'અમે કોર્પોરેશનમાંથી આવ્યા છીએ અને અહીં ગેરકાયદેસર દબાણ છે' તેવું કહીને અચાનક 3 દુકાનો તોડી પાડીને ફરાર થઈ ગયા હતા. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ડિમોલેશન તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું નથી. આ સ્પષ્ટતા બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આખરે આ દુકાનો કોણે અને કયા અધિકારથી તોડી પાડવામાં આવી? પ્રાથમિક વિગતો મુજબ, આ ડિમોલિશનમાં રાજપૂત સિક્યુરીટી એજન્સીના માણસો સામેલ હોવાનું સામે આવ્યું છે.


ઉલ્લેખનીય છે કે, મે ૨૦૨૬માં સુરતના નાસીરનગર ખાતે પણ કોઈપણ જાતની આગોતરી નોટિસ આપ્યા વિના અંદાજે ૧૦૦ જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જેના કારણે અનેક ગરીબ પરિવારો બેઘર બની ગયા હતા. યોગ્ય પુનર્વસન વગર આ રીતે ગરીબોના આશિયાના તોડી પાડવાના મામલે ગુજરાત હાઈકોર્ટે તંત્ર સામે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. આ વિવાદ વકરતાં રાજ્ય સરકારે ઓગસ્ટ ૨૦૨૬માં સુરતના મ્યુનિસિપલ કમિશનરની તુરંત બદલી કરી કલેક્ટરને વધારાનો ચાર્જ સોંપ્યો હતો. અમદાવાદમાં બનેલી આ નવી ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરી અને કાયદાકીય સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application