કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના વિધાનસભા મતવિસ્તારને જોડતા રાજકોટ સરધાર આટકોટ ભાવનગર રોડ નું કામ જૂન 2023 માં મંજૂર થઈ ગયા પછી 19 મહિના જેટલો લાંબો સમયગાળો પસાર થઈ જવા છતાં હજુ સુધી આ કામની શરૂઆત પણ ન થતા આ મામલે ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં માર્ગ મકાન વિભાગ ઉપર તડાફડી બોલાવવામાં આવી હતી.
રસ્તાનું આ કામ ક્યારે શરૂ થશે ? તેવો સવાલ ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો અને તેમાં જિલ્લા માર્ગ અને મકાન પેટા વિભાગ રાજકોટના નાયબ કાર્યપાલક ઇજનેર તથા જિલ્લા માર્ગ મકાન વિભાગ રાજકોટના કાર્યપાલક ઇજનેર દ્વારા લેખિતમાં એવો જવાબ આપવામાં આવ્યો હતો કે રાજકોટ ભાવનગર રોડ પર રાજકોટ સરધાર સુધીના રસ્તા પર વાહન ચાલી ન શકે તેટલી હદે મોટા ગાબડા પડ્યા છે. રાજકોટ ભાવનગર રોડ પર સરધાર ગામ 29 કીલોમીટર અને આટકોટ ગામ 52 કિલોમીટર આવેલ છે. આ રસ્તા ને 2014 થી 2018 દરમિયાન ફોરલેન કરવાની કામગીરી થઈ હતી. આ રોડને રીસરફેસ કરવાના કામને તારીખ 8 જુન 2023 ના રોજ તાંત્રિક મંજૂરી આપીને રૂપિયા 2255.29 લાખની બહાલી આપી છે. તારીખ 4 જુલાઈ 2023 ના રોજ આ કામના ટેન્ડરને રૂપિયા 2255.75 લાખના ડીટીપી મંજૂર કરી તેનું ટેન્ડર 24 જૂન 2024 ના રોજ મંજૂરી માટે સરકારમાં મોકલ્યું હતું. સરકારે 30 ડિસેમ્બર 2024 ના રોજ મંજૂરી આપી છે. ચાર વખત પ્રયત્ન કરવા પછી આ કામનું ટેન્ડર જૂનાગઢની એજન્સીને રુ.2650.73 લાખ (17.51 ટકા ઊંચું) તારીખ 20- 1 -2025 ના રોજ આપવામાં આવ્યું છે.
વાહન ચાલી ન શકે તેટલી ખરાબ આ રસ્તાની હાલત હોવાથી કોટડા સાંગાણી ખારચીયા દડવા ગોંડલ સરધાર ભુપગઢ ચોટીલા જવા ઉપરાંત રાજકોટ માર્કેટયાર્ડ આરટીઓના કારણે માલ વાહનોની અવરજવર અને ખેડૂતોને મહત્તમ ઉપયોગ કરવાનો થતો હોવાથી પારાવાર હાડમારી અનુભવી રહ્યા છે.
આ રસ્તાને ચાર માર્ગીય બનાવવાની કામગીરી 2014માં મંજૂર થયા પછી ચાર વર્ષે 2018 માં પૂરી કરવામાં આવી હતી અને તેમાં પણ નબળી કામગીરીની વ્યાપક ફરિયાદો ઉઠ્યા પછી સરકારે ફરી છ વર્ષના સમય દરમિયાન 2023 માં રિસરફેસના કામને મંજૂરી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech