વૈશ્વિક ઉર્જા સંકટ વધુ ખરાબ થઈ રહ્યું છે, હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ પ્રભાવિત છે અને ઇરાકી પ્રદેશમાંથી અનેક ડ્રોન હત્પમલાઓને પગલે સાઉદી અરેબિયાએ તેની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનને અસ્થાયી પે બધં કરી દીધી છે. વધુમાં, યમનના લાલ સમુદ્ર કિનારે ૧૮ કલાકના ભીષણ હત્પમલામાં હત્પથી બળવાખોરો બાબ અલ–મંડેબ સ્ટ્રેટ પર નિયંત્રણ મેળવવાની અણી પર છે. આ ત્રણ માર્ગેા વિશ્વના તેલ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના ૨૦ ટકા તેલની આયાત કરતી હતી, યારે સાઉદી અરેબિયાની પાઇપલાઇન દરરોજ ચારથી પાંચ મિલિયન બેરલ તેલ પૂં પાડતી હતી. બાબ અલ–મંડેબ વિશ્વના કુલ દરિયાઈ તેલ અને ગેસ વેપારના આશરે પાંચ ટકાથી ૧૨ ટકા અથવા દરરોજ ચારથી પાંચ મિલિયન બેરલ તેલનો પુરવઠો પણ પૂરો પાડે છે.
ભારતમાંથી પસાર થતા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો ૨૦૨૩માં ૯.૩ મિલિયન બેરલ પ્રતિ દિવસથી ઘટીને ૨૦૨૫ના પહેલા ભાગમાં આશરે ૪.૨ મિલિયન બેરલ પ્રતિ દિવસ થશે. તેલના ભાવ હાલમાં પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની આસપાસ છે, પરંતુ જો આ જ રીતે રોકાયેલા રહેશે તો તે કેટલા મોંઘા થઈ શકે છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
આનો અર્થ એ છે કે આ ત્રણ માર્ગેા દ્રારા થતા પુરવઠાના આશરે ૩૦ ટકા ભાગને અસર થશે, કારણ કે ઈરાન હોર્મુઝ અને બાબ અલ–મંડેબ દ્રારા તેલ પુરવઠાને નિયંત્રિત કરી શકે છે અને મધ્ય પૂર્વમાંથી આવતા તેલ અને ગેસને અવરોધિત કરી શકે છે.
હવે, જો આ ત્રણ માર્ગેા સંપૂર્ણપણે બધં થઈ જાય તો વિશ્વનો આશરે ૩૦ ટકા ઉર્જા પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જશે. આનો અર્થ એ પણ થઈ શકે છે કે યુરોપ, ભારત અને ચીન જેવા દેશોને ઉર્જા પુરવઠો ખાસ કરીને પ્રભાવિત થશે, અને જો આ બધં લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સમગ્ર વિશ્વને મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે.
ઉદાહરણ તરીકે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થશે. પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે આંતરરાષ્ટ્ર્રીય બજારોમાંથી આયાત થતી ચીજો નોંધપાત્ર રીતે મોંઘી બનશે, જેનાથી આ દેશોમાં ભારતીય નિકાસ પર અસર પડશે. ઉત્પાદનના ભાવ વધવાથી કાચા માલના ભાવ વધશે, જેનાથી બજારની માંગ ઘટશે અને ફુગાવા દ્રારા અર્થતત્રં પર અસર પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application