BREAKING NEWS

કાલાવડ રોડ ઉપર રામધામ સોસાયટીમાં રખડું કુતરુ હડકાયું થયું; અનેકને કરડ્યું, ફરિયાદ કર્યા પછી પણ કોઈ ન આવ્યું

  • December 30, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં ગૌરવપથ કાલાવડ રોડ ઉપર આવેલી રામધામ સોસાયટીમાં રખડું ડાઘિયા કૂતરાઓનો અસહ્ય ત્રાસ છે, રહીશોના જણાવ્યા મુજબ તાજેતરમાં સોસાયટીમાં એક રખડું કુતરુ હડકાયું થતા તે અનેકને કરડ્યું હતું. આ અંગે મહાપાલિકામાં ફરિયાદ નોંધાવ્યા પછી પણ ૨૪ કલાક સુધી કોઇ ફરક્યું ન હતું.


વિશેષમાં કાલાવડ રોડની રામધામ સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, ગઇકાલે સવારથી બપોર સુધી અનેક વખત પ્રયત્નો કર્યા બાદ મ્યુનિસિપલ કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૫૫૩૦૪ અને આરએમસી ઓન વોટ્સ એપ નં.૯૫૧૨૩ ૦૧૯૭૩ ઉપર ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ફરિયાદ નોંધાયા પછી પણ ૨૪ કલાક સુધી કામગીરી માટે કોઈ આવ્યું ન હતું, અલબત ૨૪ કલાક પછી કૂતરા અંગે શું સમસ્યા છે તે જાણવા માટે ફરિયાદીને ફોન આવ્યો હતો ! ટીમ આવી ન હતી.


રામધામ સોસાયટીમાં અનેકને કરડનાર શ્વાન હડકાયું થયું હોવાનું રહીશોનું અનુમાન છે ત્યારે મહાપાલિકા તંત્ર વ્હેલી તકે આ રખડું શ્વાનને જપ્ત કરીને રહીશોને ભયમુક્ત કરે તેવી પ્રબળ લોકમાંગણી સોસાયટીના રહીશોમાંથી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News