BREAKING NEWS

મારાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો માફ કરજો...બહેનપણીને સોરી લખી રાજકોટમાં રહેતી ચોટીલાની ૧૬ વર્ષની છાત્રાનો આપઘાત

  • November 28, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલાના તાજપર ગામની વતની અને રાજકોટમાં ગોકુલધામ પાસે ડાલીબાઈ કન્યા છાત્રાલયમાં રહેતી ધોરણ 11 ની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. 16 વર્ષની સગીરાએ આપઘાત કરતા પૂર્વે ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્યું હતું કે, મારાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો માફ કરજો મારા આત્માને શાંતિ મળે અને બહેનપણીને સંબોધીને સોરી લખ્યું હતું. સગીરાએ ક્યા કારણસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ગોકુલધામ પાસે ડાલીબાઈ કન્યા છાત્રાલયમાં રહેતી રીંકલ મનસુખભાઈ ગાબુ (ઉ.વ. ૧૬) નામની સગીરાએ અહીં છતના હુકમાં ફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ થતા તુરંત 108 ને જાણ કરવામાં આવી હતી 108 ના ઇએમટીએ અહીં આવી જોઈ તો તપાસી સગીરાને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આપઘાત કરી લેનાર રીંકલ ચોટીલાના તાજપર ગામની વતની હતી. બે ભાઈ બે બહેનના પરિવારમાં વચેટ હતી તેના પિતા મનસુખભાઈ ખેતી કામ કરે છે. રીંકલ અહીં લાલ બહાદુર કન્યા વિદ્યાલયમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી અને ગોકુલધામ પાસે અહીં હોસ્ટેલમાં રહેતી હતી. સગીરાએ આપઘાત કરતા પૂર્વે એક ચિઠ્ઠી લખી હતી જેમાં લખ્યું હતું કે, મારાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો માફ કરજો મારા આત્માને શાંતિ મળે અને તેણે પોતાની બહેનપણીને સંબોધીને સોરી લખ્યું હતું. સગીરવયની છાત્રાએ કયા કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ દીકરીના આપઘાતના પગલે કોળી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application