કચ્છથી માળિયા થઈને રાજકોટ ઇકો ગાડીમાં ખીચોખીચ ભરી ૨૩ ઘેટાંને કતલખાને ધકેલાતા હોવાની માહિતી મળતા ગૌ રક્ષકોની ટીમે માળિયા હાઈવે પર વોચ ગોઠવી લઈને અબોલ જીવોને બચાવી લઈને એક ઈસમને ઝડપી લીધો છે મોરબી વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરગં દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાને માહિતી મળી હતી કે, કચ્છથી માળિયા–મોરબી થઈને રાજકોટ બાજુ કતલ કરવાના ઇરાદે ૨૩ જીવને ઇકો નંબર જીજે–૦૩એલઆર–૫૪૪૯ ગાડીમાં ભરીને લઇ જવામાં આવી રહ્યા છે જેથી ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને ગાડી માળીયાથી પસાર થતા તેનો પીછો કરીને લમીનગર નજીક રોકાવી હતી પોલીસના સહયોગથી ગાડી રોકાવીને તપાસ કરતા જીવ નાના મોટા ઘેટાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હોય, વાહન ચાલકની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અડધા મોરબી શકિત ચોકમાં ઉતારવાના હતા અને બાકીના રાજકોટ લઇ જવાના હતા જેથી ગૌરક્ષકોની ટીમે આરોપી અને મુદામાલ પોલીસને સોપ્યો હતો અને કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે