BREAKING NEWS

જંગલેશ્વરના ડિમોલિશનમાં ચકલું પણ ન ફરકે તેવો ચુસ્ત લોખંડી બંદોબસ્ત, IBના અધિકારીઓના પણ ધામા

  • February 23, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જંગલેશ્વરમાં આજે સવારથી રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશનનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આ સંવેદનશીલ વિસ્તારને ધ્યાનમાં રાખી ડિમોલેશન દરમિયાન કોઈપણ પ્રકારનો કાકરી ચાળો કે ઘર્ષણ ન થાય જેથી વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો છે,ત્યારે ખુદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ ડિમોલીસન દરમિયાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ લખાય છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં આજે સવારથી સૌથી મોટા જંગલેશ્વર ડીમોલીશન નો પ્રારંભ થઈ ગયો છે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ડિમોલિશન વિસ્તાર સંવેદનશીલ હોય જેથી કોઈપણ પ્રકારનો કાકરી ચાળો કે અવરોધો ઊભા ન થાય તે માટે એક્શન પ્લાન બનાવી 2200 થી 2500 જેટલા અધિકારી અને જવાનો નો કાફલો બંદોબસ્ત માટે મેદાનમાં ઉતાર્યો છે.


આ ડિમોલિશન સંદર્ભે રાજકોટ ઉપરાંત અન્ય પેરા મિલ્ટ્રી ફોર્સ, એસઆરપી ની કંપનીઓને હથિયારો સાથે સુસજ્જ કરાયા છે તેમજ પિયર ગેસ અને લોંગ રેંજ હથિયારો સાથે પણ જવાનોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, આ ઉપરાંત સતત ડ્રોન સ્ક્વોડની ટીમો દ્વારા લાઈવ કેમેરાથી વોચ રાખવામાં આવી રહી છે ડિમોલેશન દરમિયાન રાઉન્ડ તો ક્લોક પોલીસ પેટ્રોલિંગ તેમજ 24 કલાકમાં બાર બાર કલાકની બે સિફ્ટમાં જવાનોની ડ્યુટી ફાળવવામાં આવી છે.


કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી મહેન્દ્ર બગરીયાના સુપરવિઝનમાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ ડીસીપી રાકેશ દેસાઈ ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજે જુદી જુદી ટીમો દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેગા ડિમોલીશનના પગલે કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચારથી વધારે વ્યક્તિ એકત્ર ન થાય તે માટે 144 ની કલમ લાગુ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ અમલવારી તારીખ 23 થી 26 સુધી લાગુ કરવામાં આવી છે.


સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ

યુવા ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ શહેરીજનોને અપીલ કરી છે કે, કોઈ પણ પ્રકારના પેનીક મેસેજ વાયરલ ન કરવા તેમજ કોઈ ધાર્મિક લાગણી દુભાય તેવી હરકત ન કરવા તેમજ ખોટી અફવાઓથી દૂર રહી સોસીયલ મીડિયામાં વાયરલ થતાં મેસેજ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે તેમજ સાયબર ક્રાઇમની ટીમ સતત વોચ રાખી રહી છે અને ઉશ્કેરણી જનક મેસેજ વાયરલ કરશે તો પોલીસ કાયદેસરની કડક કાર્યવાહી કરશે.


IBના અધિકારીઓના પણ જંગલેશ્વર વિસ્તારમાં ધામા

રાજકોટના ઇતિહાસના સૌથી મોટા ડિમોલીશન જંગલેશ્વર સંવેદનશીલ વિસ્તાર હોય સંભવિત ડિમોલેશન દરમિયાન અડચણ ઊભી થવાની સંભાવનાઓ તેમજ માથાકૂટ થવાની શક્યતાઓ ને ધ્યાનમાં રાખી સેન્ટ્રલ આઈ બી દ્વારા રાજકોટ જંગલેશ્વરમાં અધિકારીઓને સતત નજર રાખવા આદેશ કરવામાં આવતા રાજ્ય ઇન્ટેલિજન્ટ બ્યુરો ની ટીમના અધિકારીઓ પણ જંગલેશ્વરમાં ખડાપગે નજરે પડી રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News