બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીના સુપેડી ગામે સરદાર પટેલ સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ ઉર્ફે વીકો કરશનભાઈ કનારા(ઉ.વ ૫૪) એ ધોરાજી તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે આરાધના ભેળ ફાસ્ટફુડ નામની લારી સુપેડીગામ હાઈવે બ્રીજ નીચે સર્વીસ રોડ પાસે રાખી વેપાર કરે છે.
ગઇ તા.૦૮/૦૬/૨૦૨૫ ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યા આસપાસ તેઓ લારી પર હતા દરમિયાન સાંજના આશરે છ વાગ્યે લારી પાસે એક ફોરવ્હીલ આવી ઉભી રહી હતી. જેમાંથ ત્રણ શખસો નીચે ઉતરી પ્રૌઢ તરફ આવી હાથાપાઈ કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં. બાદમાં આ શખસો પૈકી એકે કહ્યું હતું કે, તારી બહેન નીર્મળાબેન (રહે.સુરતવાળી) ને ફોન કર તારો દિકરો ક્યાં છે એમ કહેતા ફરિયાદીએ તેમના બહેનને ફોન કરેલ હતો. તે વાત કરતો હતા દરમિયાન બે શખસો કહેવા લાગ્યા હતા કે, વીજય આપણે આને પતાવી દેવો છે. બાદમાં આ શખસે કહ્યું હતું કે, જો તારા દિકરા કિશનને અમારી પાસે નહીં મોકલો તો તમારા આખા ઘરને હવે અમે આવશુ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી નાસી ગયા હતા.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, તેના દિકરા કિશનને કોઇ છોકરી સાથે પ્રેમ સંબંધ હોય જે છેલ્લા સાત દિવસથી જતો રહેલ હોય તેનો ખાર રાખી હુમલો કરી ખૂનની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMગણેશનગરમાં એન્ટિક ચીજ વસ્તુના વેપારીને છરીના ઘા મારવાની ધમકી
June 16, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech