અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL 2025 ની ફાઇનલ મેચ માત્ર ક્રિકેટનો જ નહીં, પરંતુ દેશભક્તિનો પણ અનોખો ઉત્સવ બની રહી છે. મેચ શરૂ થતા પહેલા અને ઇનિંગ્સ બ્રેક દરમિયાન યોજાયેલા કાર્યક્રમોએ દર્શકોના દિલ જીતી લીધા હતા.
જાણીતા સંગીતકાર અને ગાયક શંકર મહાદેવને પોતાના દેશભક્તિના સૂર રેલાવીને સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોમાં જોશ ભર્યો હતો. તેમના ગીતોએ વાતાવરણને દેશપ્રેમથી ભરી દીધું હતું. આ ઉપરાંત 'કેસરી' ફિલ્મનું લોકપ્રિય ગીત 'તેરી મિટ્ટી' પર કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો ભાવપૂર્ણ નૃત્ય પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કલાકારોએ પોતાના ડાન્સ દ્વારા માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને બલિદાનની ગાથાને જીવંત કરી હતી.
આ કાર્યક્રમમાં ક્રિકેટનો ઉત્સાહ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો ચાહકોએ તાળીઓના ગડગડાટ અને ભારત માતા કી જયના નારા સાથે કલાકારો અને શંકર મહાદેવનને વધાવી લીધા હતા. આ અનોખા સંગમથી IPL ફાઇનલનો રોમાંચ વધુ ગાઢ બન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાદાનગરના કોરોના પોઝિટીવ દર્દીનું બ્રેઇનડેડથી નિપજ્યુ મોત
June 05, 2025 03:17 PMસાઇબર ક્રાઇમના ગુન્હામાં હિરલબા જાડેજાની જામીન અરજી ફગાવાઇ
June 05, 2025 03:16 PMજી.ટી.યુ. દ્વારા લેવાયેલી પરીક્ષાના પ્રશ્ર્નપત્રમાં થયા છબરડા
June 05, 2025 03:14 PMપાટણથી ગુમ થયેલો યુવાન ભાવનગરમાંથી મળી આવ્યો
June 05, 2025 03:14 PM૨૦ હજારથી વધુ કેસરી ધજા તૈયાર કરવાની કામગીરી
June 05, 2025 03:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech