આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહી મજુરી કામ કરતા મુળ ગઢ ગામનો વતની યુવાન ગત રાત્રીના બાઈક લઈ પોતાના વતન છોટા ઉદેપુર જવા માટે નિકળ્યો હતો ત્યારે રંઘોળા નજીક કારના ચાલકે બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જતા તેને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું.તાવી જેતપુર તાલુકાના ગઢ (ભીખાપુરા)ના વતની નરપતભાઈ ભવાનસિંહ રાઠવા ગઈકાલે રાત્રીના રંઘોળા ગામેથી તેના વતન છોટા ઉદેપુર બાઈક લઈ જવા માટે નિકળ્યા હતા તે વેળાએ રંઘોળા ગામે વલભીપુર હાઈવે પર બજરંગદાસ બાપાની મઢુલી પાસે પહોંચતા કાર નંબર જીજે. ૧૮. એએચ-૫૨૪૭ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને બેફિકરાઈ પુર્વક ચલાવી બાઈકને અડફેટે લઈ નરપતભાઈને ગંભીર ઈજા પહોંચાડતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ઉમરાળા ખસેડાતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની જાણ થતા ઉમરાળા પોલીસે દોડી જઈ બનાવ અંગે મૃતક નરપતભાઈના પિતા ભવાનસિંહ સાઈબાભાઈ રાઠોડે કાર નંબર જીજે. ૧૮. એએચ-પ૨૪૭ના ચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા બીએનએસ એક્ટ ૨૮૧, ૧૦૬(૧), મોટર વાહન અધિનિયમ ૧૭૭, ૧૮૪, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
17 ઓક્ટોબરે સૂર્ય ગોચરઃ 5 રાશિને મુશ્કેલી વધશે, સાવધાન રહેજો
જામનગર કેપિટલ આઇકોનિક ગ્રુપ દ્વારા તૈયાર થયેલા કોમ્પલેક્ષમાં Zudio સ્ટોરનો શુભારંભ
એલર્ટ રહેજો, આતંકનો નવો ખતરો મંડરાઈ રહ્યો છેઃ ઇઝરાયેલી રાજદૂતે ભારતને ચેતવ્યું
આ 9 વસ્તુ સસ્તી અને શુભ, આજે જ ઘરે લાવો, પૈસા વધવા લાગશે!
પોલીસે મને ખેંચી જમીન પર પછાડી, પ્રિયંકા ગાંધી રસ્તા પર સૂઈ ગયા: જંતર-મંતર પાસે હાઈ-વોલ્ટેજ ડ્રામા
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech