જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેથાણ ગામની સીમ વિસ્તારમાં બંધ પડેલા એક ટ્રક સાથે રિવર્સમાં આવી રહેલી ટ્રેકટરની ટ્રોલી અથડાઈ જતા ટ્રેક્ટરની ટ્રોલી અને ટ્રક ની વચ્ચે દબાઈ જવાથી એક શ્રમિક યુવાનનો ભોગ લેવાયો છે.
મૂળ મધ્યપ્રદેશના જાંબુવા ગામનો વતની અને હાલ જામજોધપુર તાલુકા ના મેથાણ ગામમાં રહીને મજૂરી કામ કરતો પરવેશ સોબનભાઈ મંછાર (ઉ.વ.૨૫) કે જે ગઈકાલે મેથાણ ગામની સીમ વિસ્તારમાં એક ટ્રેક્ટરની ટ્રોલી માં દોરડું બાંધી રહ્યો હતો, જે દરમિયાન એકાએક ટ્રેક્ટર ની ટ્રોલી આગળ બંધ પડેલા ટ્રકની સાથે અથડાઈ પડી હતી, અને પોતે બંને વાહનોની વચ્ચે દબાઈ ગયો હોવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ અરવિંદભાઈ સોબનભાઈ મંછારે પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech